GujaratAhmedabad

અમદાવાદમાં પુત્રપ્રેમમાં ક્રૂર પિતાએ પાંચ મહિનાની માસૂમ બાળકીનું ગળું દબાવી હત્યા કરી

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. અમદાવાદમાં એક પિતા દ્વારા પોતાની જ પુત્રીની હત્યા કરવામાં આવી હોવાનો મામલાઓ સામે આવી છે. પત્નીને હોસ્પીટલમાં સારવાર માટે જવાનું હોવાના કારણે તેને બાળકી તેના પતિને સોંપી દીધી હતી. તેમ છતાં સારવાર પૂર્ણ થઈ ત્યાં સુધીમાં તો પુત્રીની હત્યા પિતા દ્વારા કરી નાખવામાં આવી હતી. આ મામલામાં અમદાવાદ શહેરકોટડા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા પતિની ધરપકડ કરી લેવામાં આવી છે.

જાણકારી મુજબ, અમદાવાદ શહેરકોટડા વિસ્તારમાં આરોપી અંસાર અહેમદ અન્સારી દ્વારા પોતાની જ પાંચ મહિનાની દીકરી ઈકરાનુરની ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. તેમ છતાં મૃતદેહનો નિકાલ કરે તે પહેલા જ સ્થાનિકો જોઈ જવાના કારણે પોલીસને આ બાબતમાં જાણ કરવામાં આવી હતી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતા ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી પોતાની દીકરીના જ હત્યાના ગુનામાં હત્યારા પિતાની ધરપકડ કરવામાં આવી છે.

વધુમાં જણાવી દઈએ કે, ગઈકાલના ફરિયાદી કુરેશાબાનું પોતાની પાંચ મહિનાની દીકરી ઈકરાનુર અને પતિ અંસાર અહેમદ સાથે પોતાની સારવાર અને સોનોગ્રાફી કરાવવા માટે શારદાબેન હોસ્પિટલ ગયેલી હતી. તે સમયે હોસ્પિટલમાં સારવારમાં જતાં પોતાની દીકરી તેના પતિને સોંપી હતી. તેમ છતાં બાળકી રડવાનું બંધ ન કરતા અંસાર અહેમદે બાળકીનું મો અને ગળું દબાવી તેની હત્યા કરી નાખવામાં આવી હતી. જ્યારે ફરિયાદી કુરેશાબાનુ સારવાર પૂરી કરીને હોસ્પિટલની બહાર આવી તો તેની બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને તેના પતિને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવો હતો. સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થતાં કુરેશાબાનુ દ્વારા પોતાના પતિ વિરુદ્ધ પોતાની દીકરીની હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ફરિયાદી કુરેશાબાનું દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, લગ્ન બાદ પતિને દીકરાનો જન્મ થાય તેવી અપેક્ષા રહેલી હતી. પરંતુ દીકરીનો જન્મ થતાં છેલ્લા ચારેક મહિનાથી ઘરમાં ઝઘડા અને મારઝૂડ કરી રહ્યો હતો. પત્ની ગર્ભવતી બન્યા બાદ તેનો ભંગારનો વ્યવસાય પણ બંધ થઈ ગયો હતો. તેના લીધે આર્થિક સંકળામણ પણ ઉભી થઈ ગઈ હતી.