GujaratRajkotSaurashtra

કોર્ટમાં જુબાની આપી બહાર નીકળતા સમયે ઢળી પડતા રાજકોટના પૂર્વ પુરવઠા અધિકારીનું હાર્ટએટેકથી મોત

રાજ્યમાં સતત હાર્ટએટેકની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે વધુ એક હાર્ટએટેકની ઘટના સામે આવી છે. આવો જ એક બનાવ રાજકોટ શહેરથી સામે આવ્યો છે. રાજકોટના પૂર્વ પુરવઠા અધિકારીને હાર્ટએટેક આવતા કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે તેમના અવસાનથી પરિવારમાં શોકનો માહોલ ઉભો થઈ ગયો છે.

જાણકારી અનુસાર, કોર્ટમાં જુબાનીની પ્રક્રિયા પછી તેઓ ઘરે પરત જવા માટે પોતાનુ એકટીવા જયાં કોર્ટનાં પાર્કીંગમાં પાર્ક કર્યુ હતું તે જગ્યાએ પહોંચ્યા હતા. જ્યારે એકટીવા પર બેસી થોડુ જ અંતર કાપ્યું હશે ત્યાં જ અચાનક તે એક્ટીવા સહિત રસ્તા પર જ ઢળી પડ્યા હતા. તેના લીધે આજુબાજુમાં હાજર વકીલો તાત્કાલિક દોડી આવ્યા અને 108 ને આ મામલામાં જાણ કરી દીધી હતી.

ત્યાર બાદ તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન હોસ્પિટલ હાજર તબીબ દ્વારા પૂર્વ અધિકારીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અવચરભાઈ ભોજાણીની વાત કરીએ તો તે માળીયા ખાતે પણ મામલતદાર તરીકે ફરજ બજાવી ચુકેલા છે. તેમના પરિવારને ઘટનાની જાણ થતા પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

હાર્ટ એટેક કેમ આવે છે?

હાર્ટ એટેક એ મોટાભાગે અમુક ઉંમર પછી આવતો હોવાનું મનાય છે. પરંતુ હમણાં ઘણા સમયથી હાર્ટએટેકના કારણે ગુજરાતના અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે. છેલ્લા બે મહિનામાં હાર્ટ એટેકના કારણે ગુજરાતના 20 થી વધુ યુવકોના મોત નિપજ્યાં છે. જેને લઈને તબીબો પણ આ વાતનું સાચું કારણ શોધી રહ્યા હતા કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે કારણ શોધી રહેલા નિષ્ણાતોના મતે યુવાનોને આવતા હાર્ટએટેક એ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ તેમજ શરીરમાં પ્લેક ફાટવાને લીધે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવો જાણીએ આ પ્લેક શું છે.