ડીસાના ભોયણ ગામમાં ચાર વર્ષનું બાળક પતંગ લૂંટવા જતા જર્જરિત દીવાલ પરથી નીચે પટકાયું
ઉત્તરાયણ પર્વની લોકો ધ્વારા આજે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં પણ પતંગ ચગાવવાની સાથે લૂંટવાની પણ લોકો મજા માણતા હોય છે. પરંતુ આ મજા ક્યારેક તેમના માટે મોટી સજા બની જાય છે. જ્યારે આજે આવી જ એક બાબત ડીસા તાલુકાના ભોયણ ગામથી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ડીસા તાલુકાના ભોયણ ગામમાં પતંગ લૂંટવા માટે ગયેલ ચાર વર્ષીય બાળક દીવાલ પર નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે નજીક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો છે.
તેની સાથે તમને જણાવી દઈએ કે, આ ઘટના ડીસા તાલુકાના ભોયણ ગામમાં ઘટી છે. જેમાં ચાર વર્ષીય અજય વાલ્મિકી નામનો બાળક પતંગ લૂંટવા માટે જર્જરિત દીવાલ પર ચડી ગયો હતો. એવામાં અચાનક દીવાલ પરથી પડતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનાના લીધે પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા અને ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તાજેતરની જાણકારી મળી છે કે, બાળકને પગમાં ફ્રેકચર થતા સારવાર હેઠળ રહેલ છે.