અમદાવાદ જિલ્લાના ધોલેરામાં ધોલેરા પોલીસ સ્ટેશનથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં એક કોન્ટ્રાકટ પર ઓપરેટરની ફરજ બજાવતી યુવતી દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી બાબત સામે આવી છે. પુષ્પા વાગડીયા નામની 22 વર્ષીય યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેવા આવી છે.
તેની સાથે જાણકારી સામે આવી છે કે, પુષ્પા વાગડીયા દ્વારા ધોલેરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે મહિલા પોલીસકર્મીના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં તેમના ભાઈ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, મારી બહેને બે મહિલાના ત્રાસથી આ પગલું ભર્યું હતું.
તમને જણાવી દઈએ કે, પુષ્પા વાગડીયા દ્વારા સવારના સમયે ઘરમાં ઝેરી દવા પી લેવામાં આવી હતી. તેમને સારવાર માટે સૌ પ્રથમ ધંધુકા અને ત્યાર બાદ ભાવનગર રીફર કરવામાં આવતા તેમનું અધવચ્ચે મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવતીના પરિવારજનો દ્વારા આ આત્મહત્યા પાછળ બે મહિલા પોલીસકર્મી કારણભૂત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઘટનાને લઈને તેમના યુવતી ભાઈ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, મારી બહેને બે મહિલાના ત્રાસથી આ પગલું ભર્યું હતું. બે બહેનો દ્વારા કામનું પ્રેસર આપવામાં આવતા તેણે આ પગલું ભર્યું છે. તેની સાથે તે છેલ્લા બે વર્ષથી આ પોલીસ સ્ટેશનમાં ફરજ પરલ રહેલા હતા. તેની સાથે આ મામલામાં વધુ તપાસ કરવામાં આવે તેવી પરિવાજનો દ્વારા માંગ કરવામાં આવી છે.