રાજ્યમાં દિવસેને દિવસે લવ જેહાદનાં કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. લવ જેહાદની ઘટનાનો એક મોટો ખુલાસો બજરંગદળ તરસાલી પ્રખંડે છે. જેમાં હિન્દૂ નામના આધાર કાર્ડથી એક વિધર્મી યુવક એક હિન્દુ યુવતીને લઈને હોટલમાં ગયો હતો. જ્યાંથી તેને રંગેહાથ ઝડપી પાડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગતરોજ રાત્રીના સમયે હોટલમાંથી વિધર્મી યુવકને હિન્દુ યુવતી સાથે રંગેહાથ ઝડપી પાડતા સમગ્ર બાબત સામે આવી છે, ત્યારબાદ આ ઘટનાને લઈને અનેક મોટા ખુલાસાઓ બજરંગદળના તરસાલી પ્રખંડે કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, હિતેષ ઠાકોરનાના નામથી બોગસ આધાર કાર્ડ બનાવીને હેલ્પર તરીકે નોકરી કરતા વિધર્મી યુવક ઇરફાન દીવાને એક હિન્દુ યુવતીને ફસાવી હતી. વીડિયોમાં વિધર્મી ઇરફાન દીવાન પોતે કબૂલી રહ્યો છે કે તેણે તેની સાચી ઓળખ છુપાવીને એક હિન્દુ યુવતીને પોતાની જાળમાં ફસાવી છે. વિધર્મી યુવક પાસેથી બીજી કેટલીક યુવતીઓના ફોટો પણ મળી આવ્યા હતાં. ત્યારે બજરંગદળ તરસાલી પ્રખંડના અગ્રણી કેતન ત્રિવેદી દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ લવજેહાદનું સુનિયોજિત કાવતરું હોય શકે છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ બજરંગ સેનાએ છઠ સરોવર ગાર્ડનના પરિસરમાંથી હિન્દુ સગીર યુવતી સાથે ચાર વિધાર્મીઓને ઝડપી પાડીને તેમને પોલીસને હવાલે કર્યા હતા.પોલીસે આ સમગ્ર મામલે તેમની સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.