સુરતમાં ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે સ્કૂલોમાં જાહેર કરાઈ રજા
સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેની સાથે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે સુરત શહેરમાં ભારે વરસાદના લીધે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. વરસાદના લીધે શહેરીજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં વરસાદી માહોલને જોતા 24 જુલાઈના બુધવારના રોજ સ્કલોમાં રજા જાહેર કરવામાં આવેલ છે.
તમને જણાવી દઈએ કે, સુરતમાં ભારે વરસાદના લીધે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. આ કારણોસર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે હવે સુરતમાં આવતીકાલના સ્કૂલો માં રજા જાહેર કરી દેવામાં આવી છે. પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. સુરતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી હોવાના લીધે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોમાં રજાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં ભારે વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરત ના ભટાર વિસ્તારની રસુલાબાદ સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ છે. તેની સાથે 50 થી વધુ મકાન માં રહેનાર 300 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કાકરા ખાડી ના લીધે આ સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે. પાણી ભરાઈ જવાના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે. તેની સાથે હાલની સ્થિતિ જોતા અહીં કમરસુધીના પાણી ભરાઈ ગયા છે. એવામાં સુરતમાં ભારે વરસાદની આગાહી બાદ સુરતમાં આવતીકાલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોમાં રજા નો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.