રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદ-ધોળકા હાઈવેથી સામે આવ્યો છે.
અમદાવાદ-ધોળકા હાઈવે પર ગંભીર અકસ્માતમાં સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં પાંચ શ્રમિકોના મોત નીપજ્યા હતા. કાર-ડમ્પર પાછળ અથડાતા પાંચ શ્રમિકોનાં ઘટનાં સ્થળ પર જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. કારની વાત કરીએ તો તે રાણપુર તરફ જઈ રહી હતી. તે દરમ્યાન કારનો અકસ્માત થયો હતો. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, આ અકસ્માત ધોળકા પુલેન સર્કલ નજીક થયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર આ તમામ શ્રમિકો દાહોદનાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે મજૂરી કામ માટે રાણપુર તરફ જઈ રહ્યા હોવાની જાણકારી સામે આવી છે. અકસ્માત સર્જાતાની સાથે જ હાઈવે પર ટ્રાફીક જામ થઈ ગયો હતો. ત્યારે આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળ પર દોડી આવી ટ્રાફિક જામ દુર કર્યો હતો. તેની સાથે મૃતકોને તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં અવ્યા હતા. આ બાબતમાં પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનામાં નીતિશ નાનસિંહ ભિલવાડ, દિલીપ નાનસિંહ ભિલવાડ, રાહુલ ખુમસિંહ ભિલવાડ, પ્રમોદ ભરતભાઈ ભિલવાડ અને રાજુ માનસિંઘ ખંડારા મૃત્યુ નીપજ્યા છે. જ્યારે મનિષા નીતેશભાઈ ભિલવાડ અને રામચંદ્ર નિતેશભાઈ ભીલવાડને ઈજા પહોંચી છે.