પતિ પત્ની વચ્ચેના પ્રેમના ઘણા એવા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે જેમાં પતિ કે પત્ની એક બીજા વગર ના રહી શકતા હોય. પરંતુ કામ માટે ઘરથી બહાર પતિએ જવું પડે અને પત્ની ના રહી શકે તો પછી તે ના કરવાની કરી બેસતી હોય છે. આવું જ કંઈક શાપરમાં સામે આવ્યું છે. જ્યાં પતિ કામ અર્થે 4 દિવસથી ઘરથી બહાર હતો. તેથી પત્નીને એકલતા અનુભવતા તેણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તો પત્નીની તબિયત સુધારા પર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 20 વર્ષની ઉંમરના શિલ્પાબેન જીજ્ઞેશભાઇ મારું શાપર પાસે આવેલ પડવલા માં વસવાટ કરે છે. ગત રોજ તેઓ પોતાના ઘેર એકલા હતા તે દરમિયાન તેમણે ફીનાઈલ ઘટઘટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને ઓગળે તેમને તાત્કાલિક અસરથી શાપરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. અને ત્યાં જઈને આપઘાત કરનાર મહિલાના પતિની પૂછપરછ હાથ ધરી હતી.
પતિએ આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, દોઢ જ વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. અને તેઓ બંને પતિ પત્ની પડવલામાં સાથે જ મજુરી કામ કરતા હતા. દરમિયાન પતિ કામ અર્થે ચાર દિવસથી ઉના ગયા હતા જેના કારણે પત્ની એકલતા અનુભવતી હતી. જેથી પત્નીએ આ પ્રકારનું પગલું ભર્યું હતું. તમને જણાવી દઈએ કે આપઘાત કરનાર પરિણીતાની તબિયત હાલ સુધારા પર હોવાના કારણે તેને હોસ્પિટલથી રજા અપાઈ હતી.