South GujaratGujaratSurat

સુરતમાં પ્રેમ સંબંધનો આવ્યો કરુણ અંજામ, પ્રેમિકાને મળવા જતા પ્રેમીને મળ્યું મોત

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જાણે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે સુરતથી આવો જ એક મામલો સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી માધવ પાર્ક સોસાયટીમાં રહેનાર પ્રેમિકા તેની બહેનપણીની ઘરે ગયેલી હતી. ત્યાં તેના દ્વારા પોતાના પ્રેમીને મળવા માટે બોલાવવામાં આવ્યો હતો. પ્રેમી યુવક પ્રેમિકાને મળવા આવ્યો હોવાની જાણ થતા જ તેના ભાઈ અને મામા અને તેના દીકરા તેમ ત્રણ લોકો ત્યાં આવી પહોંચ્યા અને તેમના દ્વારા યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેના લીધે યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, પ્રેમિકાના ભાઈ, મામાનો છોકરો અને મામા દ્વારા ગંભીર રીતે પ્રેમીને માર મારવામાં આવ્યો હતો. પ્રેમીને ઢોરમાર મારતા તેને ગંભીર ઈજાના પહોંચતા તે બેભાન થઈ ગયો હતો. તેના લીધે પ્રેમી યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબ દ્વારા ટૂંકી સારવાર આપ્યા બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકને ઢોર માર માર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. ત્યારબાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ મામલામાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ત્રણ ઈસમો દ્વારા યુવકને દોરડા અને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો. તેના લીધે ઈજા પહોંચતા સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થતા યુવતીના ભાઈ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મૃતકને મહિલા સાથે પ્રેમ સંબંધ રહેલો હતો. તેને મળવા માટે યુવક આવ્યો હતો. આ વાતની જાણ થતા કાકા-મામાનો દીકરો અને ભાઈએ ત્યાં આવી પહોંચ્યા અને યુવકને ઢોર માર માર્યો હતો. તેના લીધે યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. આ બાબતમાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડી પૂરાવા એકઠા કરવા વધુ તપાસ શરુ કરી છે.