પંચમહાલના હાલોલમાં જીઆઈડીસીથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. હાલોલ જીઆઈડીસી દીવાલ ધરાશાઈ થતા આઠ લોકો દબાયા હોવાની જાણકારી સામે આવી છે. જેમાં ચાર માસુમ બાળકોના કરુણ મત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો મધ્યપ્રદેશ હાલોલ કામ અર્થે આવેલા હતા. જ્યારે બે મહિલા સહીત અન્ય લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હાલોલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મૃતકોની વાત કરવામાં આવે તો આ ઘટનામાં અભિષેક અંબારામ ભુરિયા (4 વર્ષ), ગુનગુન અંબારામ ભુરિયા (2 વર્ષ), મુસ્કાન અંબારામ ભુરિયા (5 વર્ષ), ચીરીરામ જીતેન્દ્ર ડામોર (5 વર્ષ) નું કરુણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, હાલોલ જીઆઇડીસીમાં દીવાલ ધરાશયી થતા ચાર બાળકોના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ બાળકો 5 વર્ષથી નીચેની ઉમરના રહેલા છે. મધ્ય પ્રદેશથી આવેલ પરીવાર દીવાલની પાસે ઝૂંપડુ બાંધીને વસવાટ કરી રહ્યો હતો. એવામાં એકાએક દીવાલ ધરાશાઈ થતા આ પરિવારની તેની ઝપેટમાં આવી ગયો હતો. તેના લીધે ચાર બાળકોનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતક ચાર બાળકોમાં ત્રણ સગા ભાઈ બહેન હોવાનું સામે આવ્યું છે. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ રહેલો છે. એવામાં પંચમહાલ જિલ્લાના હાલોલમાં પણ વરસાદ વરસ્યો હતો. એવામાં GIDC ની દીવાલ પાસેથી વરસાદી પાણી વહી રહ્યું હતું તે સમયે અચાનક દીવાલનો ભાગ તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દીવાલની અડીને એક ગરીબ પરિવાર ઝૂપડુ બાંધીને રહી રહ્યો હતો. દીવાલ તૂટતા તેના કાટમાળ નીચે પરિવાર દટાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર બાળકોના કરુણ મોત નીપજ્યા છે.