GujaratJunagadhSaurashtra

જૂનાગઢના કડિયાવાડમાં સર્જાઈ મોટી દુર્ઘટના, મકાન ધરાશાઈ થતા ચાર લોકો દટાયા

સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડ પર ભારે હાહાકાર મચાવ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. એવામાં વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢ થી એક મોટી દુર્જૂઘટનાની ઘટના સામે આવી છે. જૂનાગઢના કડિયાવાડ માં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કડિયાવાડમાં મકાન ધરાશાયી થતાં 4 લોકો કાટમાળ નીચે દટાયા હોવાનું સામે આવ્યું છે. મકાન ધરાશાયી થતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. મેયર સહિતના પદાધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા છે.

જ્યારે મકાન ધરાશાયી થતાં રેસ્ક્યુ ની કામગીરી શરુ કરવામાં આવી છે. NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી શરુ કરવામાં આવી છે. JCB સહિત સ્થાનિકો લોકો પણ રેસ્ક્યુ ની કામગીરીમાં જોડાઈ ગયા છે. 108 એમ્બુલન્સ પણ ઘટના સ્થળ પર દોડી આવી છે.

તેની સાથે આ મકાન જે પરિવારનું છે તેનું એક વ્યક્તિ બચી ગયું છે. તે ભારે હૈયે પોતાના સ્વજનો જલ્દી બહાર આવી જાય તેની રાહ જોઈ રહ્યા છે. જ્યારે અન્ય લોકો દ્વારા તેમને સાંત્વના પાઠવવામાં આવી રહી છે. તેની સાથે સમગ્ર વિસ્તારને દોરડા વડે કોર્ડન કરી લેવામાં આવ્યું છે. જ્યારે યારેતરફ બેરિકેટ્સ લગાવી દેવામાં આવ્યા છે, તેના લીધે રેસ્ક્યૂ કામગીરીમાં કોઈ અડચણ ન બને. કારણ કે, મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે.

જૂનાગઢ મનપા કમિશનર રાજેશ તન્ના દ્વારા આ દુર્ઘટનાને લઈને જણાવ્યું છે કે, NDRF, પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળ પહોંચી આવી છે. JCP ની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેની સાથે તમામ સિનિયર અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા છીએ. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા ની પ્રાથમિકતા અપાઈ રહી છે.