GandhinagarGujarat

પાડોશમાં રહેતા આધેડે આઠ વર્ષની માસુમ બાળકી સાથે કર્યું એવું કે….

કહેવાય છે કે પહેલો સગો પાડોશી પરંતુ ગાંધીનગર જિલ્લાના ચીલોડા પોલીસ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા એક ગામમાં એક આધેડ પાડોશીએ પાડોશીના સંબંધ ને કલંક લગાવતું કાર્ય કર્યું છે. પાડોશમાં રહેતો એક આધેડ તેના પાડોશમાં રહેતી 8 વર્ષની માસુમ બાળકી જ્યારે ઘરે એકલી હોય ત્યારે તેની સાથે દુષ્કર્મ આચરતો અને ધમકી આપતો કે જો તું આ વાત કોઈને કરીશ તો તેને જાનથી મારી નાખીશ. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાના ચીલોડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ એક ગામમાં વસવાટ કરતો 38 વર્ષની ઉંમર નો યુવાન છૂટક મજૂરી કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ યુવાને તેની પ્રથમ પત્ની જોડેથી સંતાન ના થતા છૂટાછેડા લઈ લીધા હતા.   ત્યારપછી આ યુવાન છૂટાછેડા લીધેલા 3 સંતાનોની માતા સાથે સંપર્કમાં આવ્યો હતો. આ મહિલા ને તેના પ્રથમ પતિથી ત્રણ સંતાનો હતા. જેમાંથી બે સંતાનો મહિલાના પતિએ તેની પાસે રાખ્યા તો દીકરીને આ મહિલાએ રાખી હતી. યુવાન અને મહિલા બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને બાદમાં બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. આ બંનેને જીવન દરમિયાન એક 6 વર્ષનો પુત્ર પણ છે. દંપતી સને બંને બાળકો ઘરમાં સુઈ રહ્યા હતા તે દરમિયાન મોડી રાત્રે 4.30 વાગ્યાની આસપાસ 8 વર્ષની દીકરી ઊંઘમાં અચાનક જ બોલવા લાગી કે મારા પપ્પા મને બોલશે મને છોડી દો, અને પછી તે બેભાન થઈ ગઈ હતી. જેથી દીકરીને તાત્કાલિક અસરથી સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. એ સમયે તો દંપતીને લાગ્યું કે દીકરીને કઈ ખોટું ખરાબ સપનું આવ્યું હશે એટલે તે બુમો પાડતી હશે. પરંતુ દીકરી બીજા દિવસે પણ અચાનક ઊંઘમાં બોલવા લાગી કે મારા પપ્પા મને બોલશે, લબુંબાપા મને છોડી દો. આમ સતત બે દિવસ દીકરી આ રીતે ઊંઘમાંથી ઉઠીને બુમો પાડવા લાગતા દંપતીએ દીકરી સાથે વાતચીત કરીને તેની પાસે પૂછપરછ કરી હતી. ત્યારે રડતા રડતા દીકરીએ જણાવ્યું કે, તે અને તેનો છ વર્ષનો નાનો ભાઈ એકલા ઘરે હોય ત્યારે પાડોશમાં રહેતા લંબુબાપા તેણીને પૈસા આપી દૂધ લેવા મોકલતા હતા. અને તે તે દૂધ લઈને જ્યારે લંબુબાપાના ઘરે જાય ત્યારે લંબુબાપા તેણીને ઘરમાં બેસાડીને તેની શારીરિક અડપલાં કરતા હતા. અને તેની સાથે ખરાબ કામ કરતા હતા. તેમજ આ વાત કોઈને કરી તો તને જાનથી મારી નાખીશ તેવી દીકરીને ધમકી પણ આપતા હતા.

નોંધનીય છે કે, દીકરીએ તેની સાથે થયેલ ઘટનાની જાણ તેના માતા-પિતાને કરતા દંપતીએ આ સમગ્ર મામલે ચીલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો ચિલોડા પોલીસે પણ આ સમગ્ર મામલે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપી લંબુબાપા ઉર્ફે વિજય ઉર્ફે ભીખો કાળુભાઇ સોલંકીની ધરપકડ કરી લીધી હતી. અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.