ડાંગ જિલ્લાના વધઇ-સાપુતારા રાજ્યધોરી માર્ગ ઉપર રોલર ક્રશ બેરીયર ટેકનોલોજીનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરાયો છે. માર્ગ અકસ્માતથી થતા લોકોના મૃત્યુ તેંજ તથા ખીણમા ખાબકી જતા વાહનોને રોલર ક્રશ બેરીયર ટેકનોલોજીથી અટકાવી શકાશે. રોલર ક્રશ બેરીયર ટેકનોલોજીથી ગુજરાતના ઘાટી માર્ગમાં થતા અકસ્માતને અટકાવવા માટે રાજ્ય સરકારે ગુજરાતના ડાંગ જિલ્લામાં પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પાયલોટ પ્રોજેકટના કારણે ગંભીર અકસ્માતો તેમજ અકસ્માતના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યામા નોધપાત્ર ઘટાડો નોંધાયો છે. જે આ પ્રોજેક્ટનું સકારાત્મક પાસું છે.
ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારાને જોડતો વઘઇ-સાપુતારા રોડ અગત્યનો રાજ્યધોરી માર્ગ છે. આ રોડ પર્વતીય વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ઘણી જગ્યાએ ઉંડી ખીણ તેમજ ભયજનક વંળાક વિસ્તાર આવે છે. આ રસ્તા ઉપર અકસ્માત નિવારવા માટે મુખ્યમંત્રી તેમજ માર્ગ મકાન મંત્રીશ્રી દ્વારા રસ્તાના કુલ 11 ભયજનક વળાંકોમા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે રોલર ક્રશ બેરીયરનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ કામગીરી અગ્રતાના ધોરણે પુર્ણ કરાઈ છે.માનવ મૃત્યુ તથા ખીણમા જતા વાહનોને અટકાવી શકાશે. ગુજરાતના ઘાટી માર્ગમાં અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રોલર ક્રશ બેરીયરનો ગુજરાતમા સંભવતઃ સૌ પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ ડાંગ જિલ્લામા અમલી કરાયો છે. તેનુ સકારાત્મક પરિણામ પણ મળ્યું છે. આ પ્રોજેક્ટના કારણે ગંભીર અકસ્માતો અને તેમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામા નોધપાત્ર ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો: ખેડૂતો માટે આવ્યા ચિંતાજનક સમાચાર, હવામાન વિભાગે વરસાદને લઈને કરી ભયાનક કરી આગાહી
ઉલ્લેખનીય છે કે, વઘઇ-સાપુતારા રોડ એ ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારાને જોડતો અગત્યનો રાજ્યધોરી માર્ગ છે. આ રોડ મુખ્યત્વે પહાડી વિસ્તારમાંથી પસાર થતો હોવાના કારણે અનેક જગ્યાએ ભયાનક વળાંકો અને ઉંડી ખીણ આવે છે. ત્યારે આ રસ્તા ઉપર થતા અકસ્માતોને અટકાવવા માટે મુખ્યમંત્રી તેમજ માર્ગ મકાન મંત્રી દ્વારા આ રસ્તાના કુલ 11 જેટલા ભયજનક વળાંકોમા રોલર ક્રશ બેરીયર ટેકનોલોજીનો ઉપયોગ કરવામા આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, કોરિયાની ઇ.ટી.આઈ. કંપની દ્વારા રોલર બેરીયર્સ બનવવામા આવે છે. કોરિયામાં સૌપ્રથમ વર્ષ 2006 માં રોલર બેરીયર્સ નાખવામાં આવ્યા હતા જે હજીપણ અકબંધ છે. ઇમ્પેક્ટ એનર્જીને રોલર બેરીયર્સ રોટેશનલ એનર્જીમા ફેરવે છે. જેથી વાહન થડાઓને તરત જ મુળ લેનમા ફરીથી આવી જાય છે. જેનાથી અકસ્માત અટકાવી શકાય છે.