SaurashtraGujaratRajkot

રાજકોટમાં ખાડાએ પિતા-પુત્રનો જીવ લીધો, ટ્રકના પૈડા નીચે કચડાયા

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત રાજકોટથી સામે આવ્યા છે.

રાજકોટમાં ડમ્પરની અડફેટે આવતા પિતા-પુત્રનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં શૈલેષ પરમાર અને અજય પરમારના મોત થતા પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. રાજકોટ શહેરના સંત કબીર રોડ પર આવેલા રામાપીરના મંદિર પાસે આ ઘટી હતી. એક સ્થાનિકને બચાવવા જતા પિતા પુત્રનું મોત નીપજ્યું હતું. એવામાં પિતા પુત્રના મોતથી પરમાર પરિવાર દુઃખનો ફળ

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના સંતકબીર રોડ પાસે આ ઘટના ઘટી હતી. સંત કબીર રોડ સદગુરુ સોસાયટી શેરી ન-2 માં રહેનાર પરમાર પરિવારના પિતા પુત્રનો અકસ્માત સર્જાયો હતો. શૈલેષ પરમાર સંત કબીર રોડ પર પોતાના જ ઘરે ચેઈન કટીંગ કરીને મજૂરી કામ કરીને જીવન પસાર કરતા હતા. ત્યારે તેમનો દીકરો અજય પરમાર સુરત એલ.એન.ટીમાં નોકરી કરી રહ્યો હતો. કૌટુંબિક બહેનના લગ્ન હોવાના લીધે અજય પરમાર સુરતથી રાજકોટ આવ્યા હતા.

તેની સાથે આ અકસ્માત સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયો હતો. પિતા પુત્ર બંને બાઈક પર જઈ રહ્યા હતા, તે દરમિયાન તેમની પાસેથી ડમ્પર પસાર થઈ રહ્યુ હતું. એવામાં સંતકબીર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આગળ અન્ય વ્યક્તિને બચાવવા જતાં બાઈક ખાડામાં ચલાવતા બાઈક અચાનક સ્લિપ થઈ ગયું હતું. તેના લીધે પિતા પુત્ર ટ્રકના પાછળના તોતિંગ ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે પિતા-પુત્રના કરુણ મોત નિપજ્યાં હતા. એવામાં ઘરના મુખ્ય સભ્યોના અકસ્માતમાં મૃત્યુ થતા પરમાર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં બંનેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.