South GujaratGujaratSurat

સુરતના બારડોલીની માલિબા કોલેજના પ્રોફેસરને ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવતા મોત

આજકાલ દેશ અને દુનિયામાં હાર્ટ એટેકના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અગાઉ મોટાભાગે આધેડ વયના લોકો આ રોગથી પીડાતા હતા. પરંતુ હવે હાર્ટ એટેકના કિસ્સા એટલા સામાન્ય થઈ ગયા છે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. એવામાં આજે આવા જ સમાચાર સુરત જિલ્લાના બારડોલીથી સામે આવ્યા છે.

સુરત જિલ્લાના બારડોલીમાં હાર્ટ એટેકથી એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. માલિબા કોલેજના પ્રોફેસર કોલેજમાં ક્રિકેટ રમતા-રમતા અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યાર બાદ તેમનું તેમનું અચાનક મૃત્યુ નીપજ્યું હતું. તેના લીધે કોલેજ કેમ્પસ સહિત પ્રોફેસરના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો

તમને જણાવી દઈએ કે, કોલેજ કેમ્પસમાં ઇન્ટર ક્લાસીસ ક્રિકેટ ટુર્નામેટ ચાલી રહી હતી. તે દરમિયાન રમતા સમયે ગ્રાઉન્ડ પર તેમને હાર્ટ એટેક આવી ગયો હતો. હૃદયનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે બારડોલીની હોસ્પિટલમાં પ્રોફેસરને લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ રસ્તામાં પ્રોફેસર રૂસભ શાહનું મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે પ્રોફેસરના હાર્ટ એટેકથી મોતને લઈને સમગ્ર શાળામાં શોકમન્ય માહોલ ઉભો થયો હતો. રૂસભ શાહ બાયોટેક ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. 36 વર્ષીય રૂસભ શાહ મૂળ માંડવીના વતની રહેલા હતા. પ્રોફેસરના પરિવાર અને કોલેજમાં પણ આ ચિંતા સાથે શોકમય વાતાવરણ ઊભું થઈ ગયું હતું.

જો કોઈને હાર્ટ એટેક આવે તો તે દર્દીને તાત્કાલિક CPR આપવું જોઈએ. આ ટ્રીકનો ઉપયોગ કરીને દર્દીની જિંદગી ઘણી હદ સુધી બચાવી શકાય છે. CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન. આ પણ એક પ્રકારની પ્રાથમિક સારવાર એટલે કે પ્રાથમિક સારવાર છે. જ્યારે પીડિતને શ્વાસ લેવાનું બંધ થઈ ગયું હોય અથવા હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે આ ટેકનિકનો ઉપયોગ કરીને તેનો જીવ બચાવી શકાય છે.તેના દ્વારા દર્દીમાં લોહી અને ઓક્સિજનનો પુરવઠો ફરી શરૂ થાય છે.

ડોકટરોના જણાવ્યા મુજબ, જ્યારે પણ કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે, ત્યારે તેને જમીન પર સીધો સુવડાવો અને પછી ઘૂંટણ પર તેની પાસે બેસો. આ પછી બંને હાથની હથેળીઓને એકસાથે જોડો અને પીડિતની છાતીને જોરથી દબાવવાનું શરૂ કરો. લગભગ 100-120/મિનિટના દરે છાતીને દબાવીને રક્ત અને ઓક્સિજનનો પુરવઠો ફરી શરૂ થવાની સંભાવના છે.

CPR આપવાથી દર્દીનું જીવન બચે છે પરંતુ જોખમ રહે છે. તેથી, સીપીઆર પછી તરત જ, દર્દીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરો. જેથી એન્જીયોગ્રાફી કરી વધુ સારવાર શરૂ કરી શકાય. ઘણી વખત દર્દીની નસો બ્લોક થઈ જાય છે, તેવા કિસ્સામાં તાત્કાલિક સર્જરીની જરૂર પડે છે.