GujaratAhmedabad

ગાંધીનગરમાં એક આશાસ્પદ યુવાને ભર્યું અંતિમ પગલું

આજકાલ યુવાનો ભણતરના પ્રેશરમાં આવીને ઘણી વખત હિંમત હારી જતા હોય છે ને ના કરવાનું કરી બેસતા હોય છે. જેના કારણે યુવાનોના આપઘાતના કિસ્સાઓ સમગ્ર દેશમાં સતત વધી રહ્યા છે. ત્યારે એવું જ કંઈક ગાંધીનગરમાં બન્યું છે. જ્યાં એક યુવકે ટ્રેન નીચે પડતું મુકીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ગાંધીનગર શહેરના 15 સેકટર ખાતે આવેલી IITના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા એક 19 વર્ષની ઉંમરના યુવકે બપોરના સમયે રેલવે સ્ટેશન પાસે જ ટ્રેક પર પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે હાલ તો આ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અભ્યાસના સતત વધતા જઇ રહેલા પ્રેસરને કારણે અનેક વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજે છેલ્લા બે વર્ષથી ગાંધીનગરમાં વસવાટ કરતા અને મૂળ ગુજરાતના જામખંભાળીયાના એક આશાસ્પદ યુવાને પણ આપઘાત કરીને અંતિમ પગલું ભર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ જામખંભાળિયા નો અને છેલ્લા બે વર્ષથી ગાંધીનગર રહેનર કેસવ સંદિપ ખેતિયા ગાંધીનગર શહેરના 15 સેકટર ખાતે આવેલ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એટલે IIT ગાંધીનહર ખાતે BSC BEDના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. કેસવ IITની સામેની બાજુ 14 સેક્ટરમાં એક રૂમમાં ભાડે રહેતો હતો. 19 વર્ષીય કેસવે બપોરના સમયે આજે રેલવે સ્ટેશન નજીક ટ્રેક ઉપર આવી રહેલી ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કર્યો અને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. રેલવે પોલીસને આ બાબતની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આપઘાત કરનાર યુવકના મૃતદેહને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.

નોંધનીય છે કે, કેસવના માતા-પિતાને આ બાબતની જાણ કરતા તેઓ પણ તાત્કાલિક અસરથી ગાંધીનગર આવવા માટે નિકળી ગયા છે.ત્યારે આ સમગ્ર મામલે પોલીસે હાલ તો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મિત્રવર્તુળમાં બધા ચર્ચા કરી રહ્યા છે તે પ્રમાણે, કેસવને પરીક્ષામાં બેસવા ના દિધો હોવાની સાથે તેને પરીક્ષાનું પણ ખૂબ જ ટેન્શન હતું. ત્યારે આ મામલે આઇઆઇટીઇના સ્ટાફના નિવેદનો પણ આગામી સમયમાં નોંધવામાં આવશે. કોલેજમાંથી મળતી માહિતી અનુસાર, તેની હાજરી ઓછી હોવાના કારણે તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યો ન હતો.