મહેસાણાના દિવાનપુરામાં શોભાયાત્રા દરમિયાન નાચવા મામલે થયેલ ઝઘડો હત્યામાં પરિણમ્યો
મહેસાણા તાલુકાના દિવાનપુરા ગામમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાચવા બાબતમાં બે યુવકો વચ્ચે ઝઘડો થયો હતો તેને લઈને હાજર લોકો દ્વારા આ મામલે બંને વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. તેમ છતાં સાંજે રણજીત નામના યુવકને ગામના જ ચાર યુવકો દ્વારા છરા વડે છાતીના ભાગમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવકને ઇજા થતા તેણે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તે દરમિયાન હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસમાં હાલમાં કુલ ચાર સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા તાલુકાના દિવાનપુરા ગામ માં ઠાકોરવાસમાં રહેનાર 40 વર્ષીય રણજીતજી મેરુજી ઠાકોર ગઈકાલના ગામમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં હાજર રહેલા હતા. તે દરમિયાન યાત્રામાં ગામમાં નાચવા બાબતમાં ધવલજી રણજીતજી અને ઠાકોર મેહુલ જી અશ્વિનજી વચ્ચે ઝઘડો થયો હતો. તે દરમિયાન ફરિયાદી બચુજી દ્વારા સમાધાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજના સમયે ફરિયાદી બચુજી તેમના ભાઈ રણજીતજી થતા ફરિયાદીનો દીકરો ચેતન અને ભત્રીજો ધવલ વિસત માતાના મંદિર થી જમીને ઠાકોર શંકાજી ફુલાજીના ગલ્લા પાસે આવ્યા હતા. તે સમયે ઠાકોર મેહુલ, ઠાકોર અશ્વિન, ઠાકોર ગોવિંદ ઠાકોર ચેતનજી આવી ફરિયાદીના ભાઈ રણજીતને તે ગાળો બોલવા લાગ્યા હતા અને ત્યારબાદ ઠાકોર મેહુલ અશ્વિનજી દ્વારા ફરિયાદીના ભાઈના છાતીમાં છરો કાઢી પેટમાં મારી દેવામાં આવ્યો હતો.
ત્યાર બાદ ઘટનામાં ઇજાગ્રસ્તને 108 મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તે દરમિયાન હાજર તબીબ દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર કેસમાં ફરિયાદીના ભાઈ દ્વારા ઠાકોર મેહુલ અશ્વિનજી, ઠાકોર અશ્વિન લીલાજી, ઠાકોર ગોવિંદ, લીલાજી ઠાકોર અને ચેતન ગોવિંદજી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા આરોપીઓ ને પકડવા માટે તપાસ હાથ ધરી છે.