GujaratRajkot

ઘરમાં બાળકને એકલા મુકતા મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો

રાજકોટ શહેરમાં માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ઘરની અંદર એકલા રમી રહેલુ બાળક અનાજની કોઠીમાં પડી ગયું અને બાદમાં કોઠીનું ઢાંકણું બંધ થઈ જતા થતાં ગૂંગળામણ થવાના કારણે માસુમ બાળકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ઘરની અંદર બાળકને એકલા મૂકીને બહાર જતા રહેતા માતા-પિતા માટે આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી આનુસાર, રાજકોટ શહેરના ભાવનગર રોડ ખાતે આવેલા શિવાજીનગર શેરી નંબર 5માં વસવાટ કરતો અને બીજા ધોરણમાં ભણતો મીત શનિવારના રોજ ઘરમાં એકલો હતો.મિતને તાવ આવતો હોવાના કારણે તેને શનિવારે શાળાએ નહોતો મોકલ્યો. ત્યારે રોજની જેમ મિતના પિતા મજૂરી કામ અર્થે ગયા હતા તો મિતની માતા પણ ઘરકામ કરવા ગયા ત્યાં નજીકમાં જ આવેલા રામનાથ પરા વિસ્તારમાં ગયા હતા. જ્યારે માતાપિતા ઘરે પરત આવ્યા ત્યારે મિત ઘરની અંદર ના દેખાતા સાંજના 4.30 વાગ્યા પછી ઉષાબેન તેમજ તેમના પરિવારના સભ્યોએ મીતની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઈ પણ જગ્યાએ મીતનો અતોપતો ના મળતા આખરે આ મામલે મિતના પરિવારજનોએ થોરાડા પોલીસ સ્ટેશન ખાતે મીતના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે રાત્રિના 12 વાગ્યાની આસપાસ CCTV કેમેરાના વીડિયો ફૂટેજ ચેક કરતા દેખાયું કે મીત જેવો જ એક બાળક અન્ય કપડામાં દેખાયો હતો. ત્યારે મીતે કદાચ કપડાં બદલ્યા હશે તેમ માનીને પરિવારજનોએ અનાજની કોઠીમાં તપાસ કર્યો ત્યારે મિત ત્યાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો.

 

નોંધનિય છે કે, અનાજની કોઠીમાં ઊંધા માથે પટકાયેલા મિતને તેના પરિવારજનોએ તાત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યારે ત્યા ફરજ પરના હાજર તબીબે મિતની તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો. આમ ઘરમાં એક માસુમ બાળકનું મોત નિપજવાની ઘટનાને લઈને હાલ તો સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.