GujaratRajkotSaurashtra

મોડી રાત્રે મિત્રોથી છુટા પડીને ઘરે જતા યુવકની રસ્તામાં રીક્ષા ચાલકે કરી હત્યા

રાજ્યમાં હત્યાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરોજ મોડી રાત્રી દરમિયાન રાજકોટમાં પણ એક હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યાં એક રીક્ષા ચાલકે એક બાઇક ચાલકને પોતાની પાસે બોલાવીને તેને છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવક વિજય તેના મિત્રો સાથે વોરાકોટડા રોડ ખાતે આવેલી મઢુલીથી આગળ એક ચાની હોટલ પાસે બેઠો હતો. ત્યાર બાદ રાત્રીના 2 વાગ્યાની આસપાસ મૃતક વિજય તેના મિત્ર સાથે બાઈક પર ઘરે જવા માટે નીકળ્યો હતો. ત્યારે મૃતક વિજય બાઇક પર થોડે આગળ ગયો ત્યાં રિક્ષાએ લઈને આરોપી ધર્મેશ મુખનાથી પહેલેથી જ ઉભો રહેલો હતો. ત્યારે આરોપી ધર્મેશે મૃતક વિજયને તેની પાસે બોલાવ્યો હતો. અને બંને વચ્ચે કઈ વાતચીત થાય તે પહેલા જ ધર્મેશે છરી વડે વિજયને પડખામાં ઘા માર્યા હતા. ત્યારે મૃતકે જોર જોરથી ચીસો પાડતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જેથી આરોપી ડરના માર્યા રીક્ષા મુકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

તમને જણાવી દઈએ કે, બતાળા પરિવારમાં માતા-પિતા અને બે ભાઈઓમાં મૃતક વિજય સૌથી મોટો હતો. દોઢ વર્ષ પહેલા જ મૃતક યુવક વિજયના લગ્ન થયા હતા. અને લગ્ન જીવન દરમિયાન તેને હાલ 4 મહિનાનો એક દીકરો પણ છે. છોટા હાથી ગાડી ચલાવીને મૃતક યુવક વિજય તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે ઘટનાને પગલે મોટી સંખ્યામાં મૃતક વિજયના મિત્રો તેમજ સગા અને પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારે વિજયની હત્યાની ઘટનાને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી. અને આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરવા નાતે ચક્રો ગતિમાન કરવામાં આવ્હયા તા.