AhmedabadGujarat

અમદાવાદના વિશાલા બ્રિજ પરથી રિક્ષાચાલકના અચાનક પડતું મુકતા ઘરનો માળો વિખેરાયો

અમદાવાદના વિશાલા બ્રિજ પરથી રિક્ષા ચાલક દ્વારા પડતું મૂકી આત્મહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રિક્ષા ચાલક દ્વારા પડતું મુકતા ટીઆરબી જવાન દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફળ રહ્યા હતા. કેમ કે રિક્ષાચાલકને ટીઆરબી જવાન પકડે તે પહેલા જ તેમને મોતની છલાંગ લગાવી દીધી હતી. રિક્ષાચાલકના અવસાનથી પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

અમદાવાદના ઈસનપુર વિસ્તારમા રહેનાર અને રિક્ષા ચાલક કપીલ કાલા દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. કપીલ કાલા બપોરના ઘરથી નીકળ્યા અને આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. ઇસનપુરના રિક્ષા ચાલક કપીલ કાલા દ્વારા આત્મહત્યા કેમ કરવામાં આવી તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જ્યારે કપિલ કાલાના અવસાનથી બે દીકરીને પિતા ગુમાવવાનો વારો આવ્યો છે. તેમ છતાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, માનસિક તણાવના લીધે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

મહત્વની વાત એ છે કે, આત્મહત્યાની કારણ અંકબંધ રહેલ છે. રિક્ષા ચાલક જ્યારે આત્મહત્યા કરી રહ્યો હતો તે સમયે ટ્રાફિક વિભાગન્બા ટીઆરબી જવાને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો તો પરંતુ તેમને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આવી રીતે ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. જ્યારે આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે.