ઓડિશા જેવી દુર્ઘટના ના થાય તે માટે અમદાવાદ-મુંબઇ રેલમાર્ગ પર લાગશે કવચ સિસ્ટમ

ઓડિશામાં રેલ દુર્ઘટના થયા પછી રેલવે તંત્ર એક્શનમાં આવ્યું છે. હવે ભારતીય રેલવે દ્વારા મુંબઈ અને અમદાવાદ વચ્ચે કવચ સિસ્ટમ લગાવવામાં આવશે. મહત્વનું છે કે, મુંબઈ અને અમદાવાદ વચ્ચે કવચ સિસ્ટમ લગાવવા માટેની જાહેરાત રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ કવચ સિસ્ટમ આગામી ડિસેમ્બર મહિના સુધીમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રેલવે તંત્ર દ્વારા અમદાવાદ અને મુંબઈ વચ્ચે કવચ સિસ્ટમ લગાવવા જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે કુલ 522 કિલોમીટરનો રેલ માર્ગ છે. ત્યારે 522 કિલોમોટર લાંબા રેલ માર્ગ પર ભારતીય રેલવે તંત્ર કવચ સિસ્ટમ ઇન્સ્ટોલ કરશે. સિગ્નલ ક્રોસ કરવા ઉપર આ કવચ સિસ્ટમ એલર્ટ કરશે.

નોંધનીય છે કે, ઓડિશામાં રેલ દુર્ઘટના થયા પછી રેલવે તંત્ર હરકતમાં આવી ગયું છે. રેલવે તંત્ર દ્વારા સિગ્નલ અને ઈન્ટર લોકિંગની તપાસ કરવામાં આવશે. આ સાથે 14 જૂન સુધીમાં તમામ તપાસ પુર કરીને તેનો રિપોર્ટ કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં ઓડિશામાં બની તેવી દુર્ઘટના બને નહીં તે માટે રેલ વિભાગ દ્વારા સઘન તપાસ કરવામાં આવશે. અને માટે જ સિગ્નલ અને ઇન્ટરલોકિંગની તપાસ કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પશ્ચિમ રેલવેના તમામ રેલવે સ્ટેશનો પર સઘન તપાસ હાથ ધરવામાં આવશે. મુંબઈ ડિવિઝનના સુરત, ભેસ્તાન,ઉધના, વલસાડ, મરોલી, વાપી,નવસારીમાં રેલવે તા તર દ્વારા તપાસ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ઓડિશામાં બનેલ રેલ દુર્ઘટનામાં 200 કરતા પણ વધુ લોકોના મોત થયા હતા. ત્યારે આગામી સમયમાં આવી દુર્ઘટના ફરી ના સર્જાય તે માટે થઈને રેલવે તંત્ર હરકતમાં આવી ગયું છે.