AhmedabadGujarat

છોકરીઓને અશ્લીલ વીડિયો બતાવીને શારીરિક અડપલાં કરતા શખ્સને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો

શહેરના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક સગીરા નજીક જઈને છૂટક મજૂરી કરવા માટે નીકળનારા એક આધેડે પોતાના મોબાઇલ ફોનમાં અશ્લીલ વીડિયો બતાવ્યા અને બાદમાં છેડતી કરી હતી. ત્યારે બાળકીની માતાએ આધેડને ઝડપી પાડીને પોલીસના હવાલે કર્યો હતો. સાબરમતી પોલીસે હાલ તો આ મામલે આ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશનો અને હાલ અમદાવાદ રહેતો 24 વર્ષીય યુવક AMCની કચરો લેવાની ગાડી ચલાવે છે. તેને ચાર સંતાન છે જેમાં બે પુત્રી અને બે પુત્રો છે. તેમની એક સગીર દીકરી વેકેશન હોવાના લીધે મધ્યપ્રદેશથી અમદાવાદમાં પિતા પાસે રહેવા માટે આવી હતી. યુવકના ઘર પાસે વસવાટ કરતી એક મહિલાએ ચારેક દિવસ પહેલા જણાવ્યું હતું કે, ‘બાળકોને એકલા મૂકીને કામ પર ના જશો. અહીં એક શખ્સ સોફા ખરીદવાના બહાને આવીને છોકરીઓ સાથે શારીરિક ચેનચળા કરે છે. તેથી યુવકે પુત્રીનું ધ્યાન રાખવા અને મહિલાએ જેની વાત કરી તે શખ્સ પર ખાસ વોચ રખવા માટે પત્નીને જણાવ્યું હતું.

નોંધનીય છે કે, આ આરોપી એક દિવસ ત્યાં આવ્યો ત્યારે પત્નીએ તેના પતિને ફોન કરીને જણાવ્યું કે પેલો શખ્સ ત્યાં આવ્યો છે અને છોકરીઓને ખરાબ ઇશારા કરતો હતો. તે દરમિયાન આ શખ્સ યુવકની પત્નીને જોઇ જતા તે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે આસપાસના લોકોએ તેને પકડી પાડીને પોલીસને સોંપ્યો હતો. આરોપીએ પોલીસ પૂછપરછ પોતાનું નામ ભીમરાવ જણાવ્યું હતું. આરોપીએ પોતાની ગુનાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.