AhmedabadCrimeGujaratMadhya Gujarat

અમદાવાદ: સિંધુભવન રોડ પર અડધી રાત્રે સ્પા સંચાલકે યુવતીને ઢસડી ઢસડી ને મારી, વિડીયો વાયરલ

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા સ્પામાં એક યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવી રહ્યો હોવાનો વિડિયો વાયરલ થતાં અમદાવાદનું સમગ્ર પોલીસ દળ એક્શનમાં આવી ગયું છે. આ ઘટના અંગે એવું પણ કહેવાઈ રહ્યું છે કે યુવતી પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ ગુનો નોંધાયો ન હતો. આ દાવાઓની સત્યતા જાણવા માટે વરિષ્ઠ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. હાલમાં પીડિતાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોતાની રજૂઆત કરી છે.

ઉત્તર ભારતની વતની યુવતી સ્પાના સંચાલકના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે. પરિણામે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને સ્પા સંચાલક ને પકડવા ગીતિવિધિ હાથ ધરી છે. સિંધુ ભવન વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.તે સ્પા સંચાલકથી બચવાની કોશિશ કરી રહી હતી પણ સ્પા સંચાલક તેને નિર્દયતાથી મારી રહ્યો હતો.

હવે પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને ફોજદારી આરોપો દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. હાલમાં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા પીડિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે, અહેવાલો એવા પણ છે કે એક સંસ્થા પણ આ યુવતી ની મદદ કરવા આગળ આવી છે.

આ ઘટના 25 સપ્ટેમ્બર, 2023 ના રોજ રાત્રે 3:30 વાગ્યે સિંધુબહેન રોડ પર ટાઇમ્સ સ્ક્વેર ગ્રાન્ડ બિલ્ડીંગ સ્થિત ‘ધ ગેલેક્સી સ્પા’ ખાતે બની હતી. ફરિયાદી અને તેમના ભાગીદાર મોહસીન હુસૈન રંગરેજ અને એસ. મીરા સલૂનના મેનેજર દિગનભાઈ નાઓ, સફાઈ પ્રવૃત્તિઓમાં રોકાયેલા હતા. આ સમય દરમિયાન આરોપીઓમાંના એક મોહસીન હુસૈન રંગરેજે કથિત રીતે યુવતી પર હુમલો કર્યો હતો. આરોપીએ યુવતીનો કુર્તો ફાડી નાખ્યો હતો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

આ કેસમાં સંડોવાયેલા શકમંદોને પકડવા માટે વિવિધ સ્થળોએ વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.પોલીસ ટીમે બપોરે દાણીલીમડામાં સ્પા સંચાલકના ઘરે મુલાકાત લીધી હતી. જ્યારે મેનેજરના ઠેકાણા વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેની પત્નીએ જવાબ આપ્યો કે તે હાલ ઘરે નથી. સ્પાનું સંચાલન બે યુવકો અયાન અને મોસિન દ્વારા કરવામાં આવે છે.