GujaratAhmedabad

અમદાવાદના એસજી હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદથી સામે આવ્યો છે.

અમદાવાદના એસ. જી.  હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાને લઈને જણાવી દઈએ કે, SG હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. તેના લીધે કારનો કુચ્ચો બોલી ગયો હતો. આ ઘટનામાં 30 વર્ષીય અલ્પેશભાઈ ગાગડેકર નું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં મયુરભાઈ સિંધી નામના 26 વર્ષીય યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ માં સારવાર અપાઈ રહી છે. જ્યારે અન્ય 28 વર્ષીય કમલભાઈ સિંધીને હોસ્પિટલના તાત્કાલિક સારવાર કેન્દ્રમાં સારવાર અપાઈ રહી છે.