GujaratMadhya Gujarat

પાલનપુર-દાંતા હાઈવે પર જીપનો સર્જાયો ભયંકર અકસ્માત, બે લોકોના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત દાંતા- પાલનપુરથી સામે આવ્યો છે.

જાણકારી મુજબ, દાંતા-પાલનપુર હાઈવે પર જીપનું ટાયર ફાટવાના લીધે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત પહોંચી છે. જીપનું ટાયર ફાટવાના લીધે ડ્રાયવરનો વાહન પર કંટ્રોલ ના રહેતા જીપ ડિવાઈડર પર ચઢી જતા જ જીપે પલટી ખાઈ લીધી હતી. તેના લીધે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જાતા જ સ્થાનીક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. નોંધનીય છે કે, દાંતા થી પાલનપુર વચ્ચે પરિવહન માટે લોકો જીપમાં જાય છે. તેની સાથે ઘણી વખત ઓવરલોડ મુસાફરોને પણ ભરવામાં આવે છે. એવામાં દાંતા તાલુકાના તોરણીયા ગામનાં લોકો જીપમાં બેસીને પાલનપુર તરફ જઈ રહ્યા હતા. આ અકસ્માત અંધારીયા અને મુમનવાસ વચ્ચે ઘટી હતી. તમામ ઇજાગ્રસ્તોને જલોત્રા અને પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવી આ મામલામાં કાર્યવાહી હાથ ધરી હતી.