સુરતના બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, છ લોકોના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતમાં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સુરત શહેરથી સામે આવ્યો છે.
સુરત બારડોલી નેશનલ હાઈવે પર એક ભયંકર અકસ્માત થયો છે. કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ થઈ ગયું હતું. આ અકસ્માતમાં કારમાં સવાર છ લોકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા. ઘટનાને લીધે બારડોલી પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી અને આગળની કાર્યવાહી શરુ કરી હતી.
આ પણ વાંચો: શનિદેવની એક ખરાબ દ્રષ્ટિ પણ જીવનમાં ભૂકંપ લાવી દે છે, શનિ જયંતિ પર કરો આ કામ
પ્રાપ્ત માહિતી મુજબ, સુરત બારડોલી નેશનલ હાઈવે પાસે બપોરના સમયે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બારડોલીનાં બમરોલી પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં થતા કારમાં સવાર છ લોકોના લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ મહિલા, એક બાળકી, એક પુરૂષની સાથે એક બાળકનું કરુણ મોત નીપજ્યું છે.તેની સાથે ઘટનાની જાણ થતા જ બારડોલી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જાણકારી મુજબ મૃતક પરિવાર સુરત જીલ્લાનાં માંડવીનાં હોવાનું સામે આવ્યું છે. બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત આવતા સમયે આ અકસ્માત સર્જાયો હતો.