SaurashtraGujaratSurendranagar

સુરેન્દ્રનગરના લખતર-વિરમગામ હાઈવે ઓર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ત્રણના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આરોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે.ત્યારે વધુ એક સુરેન્દ્રનગરનાં લખતર-વિરમગામ હાઇવેથી સામે આવ્યો છે.

સુરેન્દ્રનગરનાં લખતર-વિરમગામ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ અકસ્માતમાં ત્રણ યુવકોના મૃત્યુ નીપજ્યા છે. પ્રાથમિક જાણકારી અનુસાર, વિઠ્ઠલગઢ ગામના પાટિયા નજીક ફૂલ ઝડપે જઈ રહેલા ટ્રક ચાલક દ્વારા બાઈકને અડફેટે લેવામાં આવતા બાઈક પર સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યા હતા. આ મામલાની જાણકારી મળતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ પાસે ફૂલ ઝડપે જઈ રહેલા ટ્રક દ્વારા બાઈકને અડફેટે લેવામાં આવતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા ત્રણ યુવકોના ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યા હતા. ટ્રક ચાલક બાઈક પર ટ્રેક ચલાવી નાસી ગયો હતો. આ ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા ફરાર ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી તેની શોધ હાથ ધરવામાં આવી છે.

તેની સાથે સ્થાનિક પોલીસ દ્વારા મૃતદેહો પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની સાથે આ મામલામાં વધુ તપાસ શરૂ કરી હતી. જ્યારે અકસ્માત સર્જી ને ટ્રક ચાલક નાસી ગયો હતો. પ્રાથમિક તપાસમાં ત્રણ મૃતક યુવકો પૈકી બે યુવક વિઠલગઢ ગામના અને એક યુવક ધુલેટા નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ફરાર ટ્રકચાલકની તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત બાદ લખતર વિરમગામ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના બાદ લખતર પોલીસ દ્વારા ત્રણેયના મૃતદેહ ને ખાનગી વાહનમાં લઈને લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.