રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરાના નેશનલ હાઈવેથી સામે આવ્યો છે.
વડોદરાના નેશનલ હાઈવે પર માંગલેજ નજીક આઇસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે આ અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. કાર લઈને યુવાનો નવાપુરા થી રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી ફૂલ ઝડપે આવી રહેલી આઈસર દ્વારા કારને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણમાંથી બે અને આઈસર ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને વડોદરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ઉકમ ભારતી, સુરેશ ભારતી નામના યુવાનોનું મોત નીપજ્યું છે.