AhmedabadGujarat

દાહોદમાં તૂફાન ગાડી કૂવામાં ખાબકતા સર્જાયો ભયંકર અકસ્માત, પાંચ મહિનાની બાળકીનું કરૂણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત દાહોદથી સામે આવ્યો છે.

દાહોદમાં લગ્ન પ્રસંગે જતા એક ગાડીનો અસ્ક્માત સર્જાયો હોવાની બાબત સામે આવી છે. ફતેપુરાના જગોલા ગામેથી લગ્ન પ્રસંગે જતા સમયે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. સકવાડા ગામમાં સાંજના સમયે તોફાન ગાડી કુવામાં ખાબકી જતા અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, જગોલાથી કરમેલ જતી સમયે સકવાડા ગામના કૂવામાં તૂફાન ગાડી ખાબકી ગઈ હતી. ગાડીની બ્રેક ફેલ થતા આ અકસ્માત સર્જાયો હતો. કૂવામાં ગાડી ખબકતા ડ્રાઈવર સહિત ગાડીમાં સવાર પેસેન્જર્સને ઇજા થઈ હતી. આ ઘટનામાં 16 લોકોને ઈજાઓ થઈ હતી જ્યારે પાંચ મહિનાની બાળકીનું કરૂણ મોત નિપજ્યું હતું.

ઘટનાના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે આજુબાજુના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108 ની ટીમને તેમના દ્વારા જાણ કરવામાં આવી હતી. અકસ્માતને લીધે તંત્ર દોડતું થયું હતું અને કૂવામાં ખાબકેલા લોકોને બહાર કાઢી ઈજાગ્રસ્તોને 108 મારફતે નજીક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.