GujaratMadhya Gujarat

બિકાનેરના ભારત માલા રોડ પર સર્જાયો ભયંકર અકસ્માત, ભૂજના ડોક્ટર પરિવારના પાંચ સભ્યોના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત રાજસ્થાનના બિકાનેરથી સામે આવ્યો છે.

આ અકસ્માતને લઈને બિકાનેર એસીપી પ્યારેલાલ શિવરા ને દ્વારા કહેવામાં આવ્યું છે કે, મૃતક પરિવાર એક અઠવાડિયા પહેલા કાશ્મીર ના પ્રવાસે ગયેલ હતું. જ્યારે ઘરે પરત આવતા સમયે આ પરિવારનો અકસ્માત સર્જાયો હતો.

તમને જણાવી દઈએ કે, આ અકસ્માતમાં ગુજરાત ના ડો. પ્રતિક, તેમની પત્ની હેતલ, ગુજરાત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. પૂજા તેમના પતિ અને તેમની 18 મહિનાની પુત્રીનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે આ અકસ્માત એટલો ભયંકર હતો કે, પાંચેય લોકોના ઘટનાસ્થળ પર કરુણ મૃત્યુ નીપજ્યા હતા. ઘટના અંગે મૃતકના પરિજનોને જાણ કરી દેવાઈ છે. આ લોકો ક્યાંથી આવી રહ્યા હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે હજુ ચોક્કસ કારણ સામે આવ્યું નથી,.અકસ્માત બાદ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.