GujaratAhmedabad

અમદાવાદના બોપલમાં બે કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ત્રણના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માત માં મૃત્યુ થયા હોવાની ઘટના સતત સામે આવતી રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદથી સામે આવ્યો છે.

વિરમગામના મનીષ ભટ્ટની વાત કરીએ તો તેમનો રિયલ એસ્ટેટનો ધંધો છે તે થોડા દિવસથી સાબરમતી ખાતે આવેલ તેમના ઘરે રહી રહ્યા હતા. વહેલી સવારના કામથી તે બહાર નીકળ્યા હતા, જ્યાં યુ-ટર્ન લેતા સમયે ઓવરસ્પીડમાં ફોર્ચ્યૂનર ગાડી આવી અને અકસ્માત થયો હતો. તેઓ થારમાં અજીત કાઠી સાથે રહેલા હતા. બંનેના મૃત્યુ નીપજ્યા છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં આજે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત રહેલ છે. તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. દારૂ ભરેલી ગાડી અન્ય ગાડી સાથે અથડતા તેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલા એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓના મૃત્યુ નીપજયા છે. ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદના વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ જતા રોડ નજીક આજે સવારના બુટલેગરની કારના કારણે ત્રણ લોકોના જીવ ગયા કે. બુટલેગરની ફોર્ચ્યુનર કારમાં દારૂ ભરેલો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ લઈને જઈ રહ્યો હતો. એવામાં રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર કાર દ્વારા યુટર્ન મારવામાં આવતા તે જોરથી અથડાઈ હતી. જ્યારે કાર અકસ્માતના સ્થળથી 150 ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી જેમાં થારમાં બેઠેલા બે લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે ફોર્ચ્યુનર કાર ઢસડાઈને 300 મીટર દૂર સુધી ફેંકાઈ ગઈ હતી, જેમાં દારૂ ભરેલો હતો. તેમાં પણ બેઠેલા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

આ અકસ્માતની ઘટનામાં અજિત કાઠી, ઉમર ૩૨, (વિરમગામ), મનીષ ભટ્ટ, ઉમર 52, (સાબરમતી, મૂળ વિરમગામ) અને ઓમપ્રકાશ ઉર્ફે પપ્પુ (ફોર્ચ્યુનરનો ચાલક) નું મૃત્યુ નીપજ્યું છે.

તેની સાથે આ અકસ્માતનો સમયે હાઇવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રક દ્વારા બેલેન્સ ગુમાવી દેતા નીચે ખાડામાં પડી ગઈ હતી. હાલ ટ્રાફિક પોલીસ અને અન્ય પોલીસ દ્વારા આ મામલામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે સોલા સિવિલમાં મોકલી દેવાયા છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ હાલ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા છે. આ સમગ્ર ઘટના સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાની જાણકારી સામે આવી છે.