રાજકોટ ના હેવલોક એપાર્ટમેન્ટમાં લિફ્ટ નીચે ચગદાઈ જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત
રાજકોટ શહેર દુઃખદ ઘટના સામે આવી છે. રાજકોટમાં લિફ્ટ માથા પર પડતા એક બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના પંચાયત ચોકના હેવલોક એપાર્ટમેન્ટમાં આ ઘટના ઘટી છે. જ્યારે આ ઘટનામાં ત્રણ વર્ષના માસૂમ બાળકના મૃત્યુના પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
ઘટનાને લઈને તમને જણાવી દઈએ કે, મેરી કાર્કીના નામની માત્ર ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, પોતાની દીકરીનું અકાળે મૃત્યુ થતા પરિવારજનોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જાણકારી મુજબ, પાર્કિંગની લિફ્ટમાં નીચેનો દરવાજો ખુલી ગયો હતો. તે દરમિયાન બાળકી લિફ્ટ નીચે હતી ત્યારે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાળકીનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બાળકીના મૃતદેહને PM અર્થે રાજકોટ સિવિલ હોસ્ટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનાથી એક વાત સ્પષ્ટ છે કે, વાલીઓએ પોતાના બાળકોની ખાસ સંભાળ રાખવાની જરૂર છે. કેમકે આ રીતની ઘટના તમારા માટે દુઃખદાયક બની શકે છે. એવામાં રાજકોટમાં માત્ર ત્રણ વર્ષની બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. એવામાં બાળકીના મૃત્યુથી પરિવારજનો અને એપાર્ટમેન્ટના રહિશોમાં શોકમય માહોલ ઉભો થયો છે.