SaurashtraGujaratRajkot

રાજકોટ જિલ્લાના રામોદમાં યોજાશે અનોખા લગ્ન, સ્માશનમાં જાનનો ઉતારો અને….

રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામથી અનોખા લગ્નને લઈને સમાચાર સામે આવ્યા છે. કેમ કે આ ગામમાં એવા લગ્ન થવા જઈ રહ્યા છે જેને જાણીને તમે ચકિત થઈ જશો. કેમ કે, આ ગામમાં રામનવમીના દિવસે મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવાર દ્વારા સ્મશાનમાં વરરાજા પરિવારને ઉતારો આપવામાં આવશે. જયારે કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાનું સ્વાગત કરી ઉતારો આપવામાં આવશે. એવામાં આ લગ્ન હવે ખાસ બની ગયા છે.

તેની સાથે જાનની વાત કરીએ તો આ ગામમાં કમર કોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારની જાન આવવાની છે. જ્યારે જયેશ વરરાજાનું સ્વાગત રામોદની કન્યા પાયલ કાળી સાડીના વેશ પરિધાનમાં ભૂત-પ્રેતના સરઘસ સાથે કરવામાં આવશે. જ્યારે આ કાર્યક્રમની વાત કરવામાં આવે તો વર-કન્યાની લગ્ન વિધિ બૌધ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારા અનુરૂપ યોજવામાં આવશે. જ્યારે ઊંઘા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી શપથ ગ્રહણ હાથ ધરવામાં આવશે.

આ લગ્નની વાત કરીએ તો ૧૭ મી તારીખના એટલે બુધવારના જાથાની ટીમ દ્વારા રામોદ ગામમાં સવારના પહોંચી ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરવામાં આવશે. જ્યારે આ લગ્નને સફળ બનાવવા માટે અનેક મોભીઓ આવવાના છે. તેની સાથે સમાજમાં ચાલી રહેલા કુરિવાજોને દૂર કરવા માટે આ લગ્નનું આયોજન કરાયું છે.