GujaratMehsanaNorth Gujarat

સિદ્ધપુરમાં પાણીની પાઇપલાઇન મળી આવેલ માનવ અવશેષોને લઈને થયો સૌથી મોટો ખુલાસો

ગુજરાતના સિદ્ધપુરમાં બનેલ એક ઘટનાની ચારોતરફ ચર્ચાઓ થઈ રહી છે. કેમકે સિદ્ધપુરમાં પાણીની પાઈપલાઈનમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા. તેને લઈને સતત સવાલો ઉભા થઈ રહ્યા હતા કે આ લાશ અંતે કોની છે. તેની સાથે અવશેષોની સાથે શહેરમાંથી 25 વર્ષની યુવતી લવીના સાતમી મેના રોજથી ગુમ થઈ હોવાની ચર્ચામાં ચાલી રહી હતી. આ યુવતીના લગ્ન 12 મી મેના રોજ રાખવામાં આવેલા હતા. આ કારણોસર પોલીસ દ્વારા બંને મામલાની તપાસ કરવામાં આવી રહી હતી. એવામાં હવે આ મામલામાં મોટી જાણકારી સામે આવી છે.

તેની સાથે આ અગાઉ ગુમ થયેલ યુવતીના પરિવારજનો દાવો કરવામાં આવ્યો હતો કે, પાણીની પાઈપલાઈનમાંથી મળી આવેલ માનવ અવશેષો ગુમ થયેલ યુવતીના જ રહેલા છે. જ્યારે પોલીસને આ યુવતીના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા જે આ ટાંકીથી થોડે જ દૂર રહેલા હતા. જેમાં આ યુવતી મોં પર દુપટ્ટો બાંધીને જતી જોવા મળી રહી હતી.

તમને જણાવી દઈએ કે, ગુમ થયેલ યુવતી લવલીના હરવાણીની સગાઇ અમદાવાદમાં કરવામાં આવી હતી. તેના 12 મી મેના રોજ લગ્ન રાખવામાં આવ્યા હતા. તે અંગેની તૈયારીઓ પણ ધામધૂમથી કરવામાં આવી રહી હતી. લગ્નના પાંચ દિવસ પહેલા જ યુવતી સાંજે મંદિરમાં જવાનું કહીને ઘરથી નીકળી ગઈ હતી. તેમ છતાં સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે, આ યુવતી દોડી રહી છે. જેના લીધે પોલીસની સંભાવના મુજબ, આ મળેલા માનવ અવશેષો ગુમ યુવતીના હોવાની શક્યતા રહેલી છે. ઘટનાસ્થળ પરથી બંગળી, દુપટ્ટો મળી આવ્યા બાદ પોલીસ દ્વારા માતા અને પિતાના ડિએનએના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

પોલીસને તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં યુવતી એકલી જતી જોવા મળી રહી છે. યુવતી ઘરેથી નીકળી તેના 18 મિનિટ પછીનો ફૂટેજ રહેલા છે. તેણે મોઢા પર દુપટ્ટો વિટેલો હતો. પોલીસને તપાસ દરમિયાન પણ પાણીની ઉંચી ટાંકીમાંથી દુપટ્ટો મળી આવ્યો હતો. તેની બહેનના જણાવ્યા મુજબ પોલીસને મળેલો દુપટ્ટો લવલીનાનો જ રહેલ છે. સીસીટીવી ફૂટેજમાં પણ તેવો જ દુપટ્ટો જોવા મળી રહ્યો છે. આવો જ એક દુપટ્ટો તેના ઘરે પણ રહેલ છે. બંને બહેનો પાસે એક જેવા જ દુપટ્ટા રહેલા હતા. આ સિવાય પાણીની પાઇપમાંથી પગના અવશેષ પણ મળ્યા હતા. આ યુવતીની લેગીસ પણ જોવા મળી હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે