ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત સમાચાર સામે આવતા રહે છે. જ્યારે ધ્રાંગધ્રાથી આવવા સમાચાર સામે આવ્યા છે. ધ્રાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલ દ્વારા અગમ્ય કારણોસર આપઘાત કરી લેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલ દ્વારા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસ દ્વારા આપઘાત ના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણકારી મુજબ, ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર રીટાબેન ડાભી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. મહિલા પોલીસકર્મી દ્વારા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાતના કારણોની તપાસ હાથ ધરી છે. આપઘાત ને લઈને પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
તેની સાથે જિલ્લા પોલીસવડા દ્વારા ઘટનાની સઘન તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ મહિલા દ્વારા ગળેફાંસો ખાઈ લેતા મૃતદેહને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પી એમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ બાબતમાં પોલીસ દ્વારા સ્યુસાઈડ નોટ લખી છે કે નહી તે બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાને લઈને ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રીટાબેન ડાભી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા તેમના દ્વારા ગઈકાલ સાંજ ના પોતાના ઘરે જ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો છે. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા છે. સ્યુસાઇડ નોટ કે એવું કંઈ પણ મળ્યુ નથી. પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.