GujaratRajkotSaurashtra

રાજકોટમાં ડમ્પરની અડફેટે ટુ વ્હીલર આવતા મહિલા તબીબનું મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત રાજકોટ શહેરથી સામે આવ્યો છે. જેમાં ડમ્પરની અડફેટે આવતા એક મહિલા તબીબનું કરુણ મોત નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે. આ

પ્રાપ્ત માહિતી મુજબ, ડમ્પર ચાલક દ્વારા અડફેટે લેવામાં આવતા ડોક્ટર આયુષી વડોદરિયાનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન મૂકીને નાસી ગયો હતો. આ સમગ્ર મામલામાં આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

જાણકારી અનુસાર, શહેરના કોઠારિયા રોડ પર પાણીના ટાંકી પાસે અને શુભમ રેસ્ટોરન્ટ પાસે ફૂલ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલક દ્વારા ટુ વ્હિલરને અડફેટે લેવામાં આવ્યું હતું. તેના લીધે યુવતીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ યુવતીની વાત કરીએ તો આયુષી વડોદરિયા કોઠારીયા રોડ ભુવનેશ્વરી સોસાયટીમાં વ્સ્વસ્ત કરતી હતી. 24 વર્ષની તબીબ યુવતી બપોરના પોતાની નોકરી પરથી સ્કેનીંગ માટે કોઠારીયા રોડ પાસેથી હુડકો ચોકડી તરફ જઈ રહી હતી. તે સમયે શુભમ રેસ્ટોરન્ટ પાસે ફૂલ ઝડપે આવી રહેલા ડમ્પર દ્વારા તેમને અડફેટે લેવામાં આવ્યા હતા. તેના લીધે તબીબ યુવતી ફંગોળાઈને રોડ પર પટકાતા તેમને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી.

ત્યાર બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર ભેગા થઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા 108 ને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ત્યાર બાદ યુવતીને મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ આજીડેમ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. આ મામલામાં પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.