
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે આજે આવા જ એક સમાચાર અમદાવાદ શહેરથી સામે આવ્યા છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી આપઘાતની ઘટના સામે આવી છે. અમદાવાદના ખોખરાના પરિષ્કાર એપાર્ટમેન્ટના 10 મા માળેથી કૂદીને મહિલાએ આપઘાત કર્યો હોવાનું સામે આવું છે. આ મામલામાં અમરાઈવાડી પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેનાર ગાયત્રીબેન કઠેરીયા દ્વારા ફ્લેટના બી બ્લોકના 10 મા માળેથી કૂદીને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. આ મામલાની જાણકારી સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. ત્યાર બાદ અમરાઈવાડી પોલીસની ટીમ પરિષ્કાર એપાર્ટમેન્ટમાં દોડી આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ મામલામાં મૃતક મહિલાના પરિવારના નિવેદન નોંધવામાં આવતા જાણકારી સામે આવી છે કે, મહિલા ઘણા સમયથી માનસિક બીમાર રહેલી હતી.
તેની સાથે પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, આ અગાઉ આ સોસાયટીમાં રહેનાર ત્રણ જુદા-જુદા વ્યક્તિઓ દ્વારા ટેરેસ પરથી છલાંગ લગાવી આપઘાત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાલમાં આ સમગ્ર મામલામાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે.