રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. ગાંધીનગરના કલોલમાં થી મિત્રો સાથે માઉન્ટ આબુ ફરવા ગયેલા યુવકને તેના જ મિત્રો દ્વારા પેટના ભાગે માર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. માર માર્યા બાદ ઈજાગ્રસ્ત યુવકને તેના જ મિત્રો દ્વારા વાહનમાં કલોલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન હાજર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલામાં મૃતકના દાદા દ્વારા માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં પોતાના પૌત્ર સાથે ફરવા ગયેલા મિત્રો પર જ હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બાબતમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ મામલામાં પોલીસ અધિકારી કિશોરસિંહ ભાટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કલોલના રહેવાસી ભીખાભાઈ સેનમા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે, તેમનો પૌત્ર ભાવેશ તેના મિત્રો અરવિંદભાઈ હીરાજી ઠાકોર, હરેશ ધનજીભાઈ, હર્ષ ઉર્ફે હાર્દિક સોલંકી, જયેશ ભાઈ સોલંકી અને શ્રવણ તેના ભાઈ રસિક સાથે માઉન્ટ આબુ ફરવા માટે ગયેલા હતા. જ્યારે ભાવેશ 23 ઓગસ્ટ ની સાંજ સુધી ઘરે ન પહોંચતા પરિવાર દ્વારા તેને ફોન કરવામાં આવ્યો હતો. તેના પર તેણે જણાવ્યું હતું કે, તે માઉન્ટ આબુથી ટૂંક સમયમાં પરત આવી રહ્યો છે. ત્યાર બાદ 24 મી ઓગસ્ટના રોજ સવાર ના પોલીસ દ્વરા ભીખાભાઈ ને તેમના પૌત્ર ભાવેશ ના મૃત્યુ અંગે જાણ કરવામાં આવતા લાશને કલોલ સિવિલ હોસ્પિટલમાં રખાઈ હતી. તેના પર ભીખાભાઈ પરિવારના અન્ય સભ્યો સાથે કલોલ આવ્યા હતા.
ત્યાર બાદ આ મામલામાં પરિવાજનો દ્વારા પોલીસ અને સ્થાનિક અન્ય લોકોથી જાણકારી મેળવી તો સામે આવ્યું કે, માઉન્ટ આબુથી ઘરે પરત આવતા સમયે માઉન્ટ આબુ રોડ પર કોઈ કારણોસર દારૂના નશામાં યુવકો એકબીજા સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. તેમાં પાંચ પૈકી એક મિત્ર દ્વારા બીજા મિત્રના પેટમાં છરો મારી દેવામાં આવ્યો હતો. છરો મારવાની ઘટનાથી તમામ યુવકો ભયભીત થઈ ગયા હતા અને તેને કલોલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ ગયા હતા. ત્યાર તબીબ દ્વારા ભાવેશ ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ મામલાની જાણકારી મળતા ગુજરાત પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહ પર કબજો મેળવી લીધો હતો. ત્યાર બાદ ભીખાભાઈ અને તેમના પરિવારજનોને હોસ્પિટલમાંથી માઉન્ટ આબુ લઈ જવામાં આવ્યા હતા. અહીં પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા બાદ તેના આધારે કેસ દાખલ કરી આ મામલામાં વધુ શરૂ કરી છે. જ્યારે આરોપી ચાર મિત્રોની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.