GujaratAhmedabad

અમદાવાદનો યુવક નકલી પાસપોર્ટ લઈને અમેરિકા ગયો અને બે વર્ષ બાદ પરત આવતા જબરો ભરાયો…

અમદાવાદથી અમેરિકા નકલી પાસપોર્ટ ના આધારે ગયેલા યુવકની ધરપકડ કરવામાં આવી છે. બે વર્ષ બાદ જ્યારે યુવક અમેરિકાથી અમદાવાદ પરત આવ્યો તે સમયે એરપોર્ટ પર ઈમિગ્રેશન ક્લીયરન્સ દરમિયાન નકલી પાસપોર્ટ હોવાનું સામે આવતા યુવક પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, રાજ્યમાં ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે લોકો દ્વારા અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવે છે. આવું કરતા અનેક લોકો પકડતા પણ હોય છે. એજન્ટોને લોકો લાખો રૂપિયા આપીને ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચી જતા હોય છે. રાજ્યમાં છેલ્લા થોડા વર્ષોથી કબૂતરબાજીના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે.

જાણકારી મુજબ, ગાંધીનગર જિલ્લાના પલાસણા ગામમાં રહેનાર નરહરીન કુમાર પટેલ વર્ષ 2011 માં અમેરિકા ગયેલો હતો. તે ફરીથી અમદાવાદ આવતા એરપોર્ટ ઉપર ઈમીગ્રેશન કલિયરન્સ દરમિયાન તેનો પાસપોર્ટ નકલી હોવાનું સામે આવતા સમગ્ર મામલામાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલામાં વધુ તપાસ અમદાવાદ SOG દ્વારા કરવામાં આવી રહી છે. SOG પોલીસ દ્વારા સમગ્ર મામલે નરહરિનકુમાર પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તેની સાથે નરહરીન કુમારની પ્રાથમિક પૂછપરછમાં જાણકારી સામે આવી છે કે, તેનો પાસપોર્ટ નકલી રહેલો છે. નરહરીન કુમારનો પાસપોર્ટ રાજસ્થાનના ગોલસર ગામના મોહમ્મદ વાસીદ ગોરીનો હોવાનો જાણકારી સામે આવી છે અને તેનો પાસપોર્ટ ખોવાયેલો હોવાની જાણકારી પણ સામે આવી છે. તેમ છતાં પકડાયેલો આરોપી નરહરીનકુમાર વર્ષ 2011 માં પોતાના નામના ડુપ્લીકેટ પાસપોર્ટના આધારે અમેરિકા ગયેલું હતો અને ત્યાં અલગ અલગ જગ્યા પર નોકરી કરતો હતો. બે વર્ષ પછી તેને પોતાના વતન પરત આવવાનું હોવાના લીધે તે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો અને ત્યાં ઇમિગ્રેશન દરમિયાન તેને ડુપ્લીકેટ પાસપોર્ટ હોવાની જાણકારી સામે આવી હતી. આ મામલામાં એસઓજી પોલીસ સમગ્ર મામલે નરહરીન કુમારની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે નરહરીન કુમાર દ્વારા આ પાસપોર્ટ કોની પાસે બનાવવામાં આવ્યો હતો તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.