સોશિયલ મીડિયામાં અજાણી યુવતી સાથે મિત્રતા કરવી જૂનાગઢના યુવકને પડી ભારે
આજના જમાનામાં લોકો સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકો સાથે મિત્રતા કરી લેતા હોય છે. પરંતુ આ મિત્રતા ઘણી વખત ભારે પડતી હોય છે. આવું જ કંઈક જૂનાગઢમાં સામે આવ્યું છે. જ્યાં એક યુવકે સોશિયલ મીડિયામાં એક યુવતી સાથે મિત્રતા કરીને વાતચીત શરૂ કરી હતી. બાદમાં યુવતીએ યુવકને વીડિયો કોલ કરીને યુવકનો અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો. અને બાદમાં બ્લેકમેલ કરીને યુવક પાસેથી 48 હજાર રૂપિયા મળ્યા હતા. તે પછી પણ યુવતીએ પૈસા માંગવા નું ચાલુ રાખ્યું હતું. તેમજ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હોવાનું પણ યુવકને જણાવ્યું હતું. ત્યારે બદનામીના ડરથી યુવકે આપઘાત કરી લીધો છે. હાલ તો આ સમગ્ર માં.લે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લા દડવા નામના ગામે વસવાટ કરતો અમિત રાઠોડ નામના યુવકનો સોશિયલ મીડિયાના માધ્યમથી પર એક અજાણી યુવતી સાથે સંપર્ક થયો હતો. જે પછી બંનેએ એકબીજા સાથે વાત કરી હતી. આ દરમિયાન વીડિયો કોલ કરી યુવતીએ પોતાની વાતોમાં અમિતને ફસાવ્યો હતો. અને વિડિયો કોલ કરીને અમિતનો અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો. જે પછી યુવતીએ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને અમિત પાસેથી અવારનવાર પૈસાની માંગણી કરતી હતી.
જેથી બદનામીના ડરથી યુવકે કટકે-કટકે કરીને યુવતીને 48 હજાર 500 રૂપિયા આપ્યા હતા. તેમ છતાં પણ યુવતી સતત બીજા પૈસા માટે માંગ કરી હતી. જે પછી અલગ અલગ યુવકોના ફોન અમિતના નંબર પર આવવાના ચાલું થઈ ગયા હતા. અને અમિતને જણાવ્યું કે અમે તારી વિરુદ્ધ દિલ્હીમાં ફરિયાદ નોંધાવી છે. અને અમિત ના વોટ્સએપ પર યુવતીએ બોગસ એફઆઈઆરની કોપી પણ મોકલી હતી. અને પછી આ ટોળકી અમિત પાસે વારંવાર પૈસા માંગી રહી હતી. જેથી કંટળીને આખરે અમિતે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, પોલીસે હાલ તો આ સમગ્ર મામલે 5 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.