સુરતમાં બોલેરાના બોનેટ પર બેસી યુવકને વિડીયો બનાવો પડ્યો ભારે, વાયરલ થતા પોલીસે કરી ધરપડક
હાલના જમાનામાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે વિડીયો બનાવી અલગ સ્ટંટ કરતા લોકો જોવા મળી જાય છે. એવામાં આજે આવી જ એક બાબત સુરતથી સામે આવી છે. સુરતમાં ચાલુ વરસાદ વચ્ચે બોલેરો પીકઅપ ગાડી પર યુવકની જોખમી સવારીનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડીયોની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ ભેસ્તાન પોલીસ દ્વારા આ બનાવમાં બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
જ્યારે આ વિડીયોની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર એક વ્હાઈટ કલર ની બોલેરો પીકઅપ ચાલુ ગાડીના બોનેટ પર એક યુવક દ્વારા બેસીને વિડીયો બનાવવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક યુવક ગાડી ચલાવી રહ્યો હતો. યુવકની જોખમી સવારીનો આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. આ વીડિયો ભેસ્તાન વિસ્તારનો હોવાની જાણકારી સામે આવતા ભેસ્તાન પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ભેસ્તાન પોલીસ દ્વારા આ બનાવમાં ડ્રાઈવિંગ તરીકે કામ કરનાર 32 વર્ષીય શાહરૂખ સફી શેખ અને 25 વર્ષીય અનિલભાઈ રાજારામ કાંબલે ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તેની સાથે જણાવી દઈએ કે, વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું કે, વરસાદી માહોલ વચ્ચે ચાલુ બોલેરો ગાડીના બોનેટ પર યુવક બેઠેલો છે અને થોડીક પણ બેદરકારી આ યુવક માટે જીવનું જોખમ ઉભું કરી શકે છે. તેમ છતાં વિડીયો પોલીસ દ્વારા આ મામલામાં કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન આ બંને યુવકો દ્વારા માફી પણ માંગવામાં આવી હતી.