South GujaratGujaratSurat

સુરતના કેનેડામાં ભણનાર કામરેજના મકાણાં ગામના યુવકનું તળાવમાં ડૂબી જતાં મોત

વિદેશથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના સુરતના યુવકનું કેનેડામાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. કામરેજ તાલુકાના માકણાં ગામના જશ પટેલનું કેનેડાના પીટરબોરોના તળાવમાં ડૂબી જવાના લીધે કરુણ મૃત્યુ નીપજ્યું છે. જશ પટેલ બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે કેનેડા ગયેલા હતા. રજા હોવાના લીધે જશ પટેલ મિત્ર સાથે પીટરબોરો માં એક નદીમાં ન્હાવા માટે ગયેલો હતો. તે સમયે ડૂબી જવાથી જશ પટેલ નું મૃત્યુ નીપજ્યું હતું. 1 જુલાઈના રોજ ડૂબીને મૃત્યુ પામેલા જશ પટેલ ના મૃતદેહને પરત લાવવા માટે ક્રાઉડફંડિંગ દ્વારા નાણાં એકત્ર કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, કામરેજ તાલુકાના માકણાં ગામનો યુવક જશ પટેલ બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે કેનેડા ગયેલો હતો. કેનેડામાં 1 જુલાઈના રોજ કેનેડા દિવસની રજાઓ રહેલી હતી. તે દરમિયાન તે તેના મિત્રો સાથે પીટરબોરોમાં એક તળાવમાં ન્હાવા માટે ગયેલો હતો. તે નદીમાં ન્હાવા માટે પડ્યો ત્યારે જોરદાર કરંટથી વહેવા લાગ્યો હતો. આ નદી સેન્ટ્રલ ઓન્ટારિયો માં પીટરબરો કાઉન્ટીમાંથી પસાર થાય છે.

આ મામલામાં વધુ જાણકારી મળતી મુજબ, જશ પટેલ નાના તળાવના છેડેથી પાણીમાં પ્રવેશ્યો હતો અને થોડી જ મિનિટોમાં કરંટની લપટમાં આવી ગયો હતો. મદદ માટે તેની બૂમો સાંભળીને, જશ ના મિત્રો નજીકના રેલ્વે બ્રિજ પર દોડી આવ્યા અને તેમાંથી બે તેના સુધી પહોંચવાનો પ્રયાસ કરતા નદીમાં ડૂબકી મારી, પરંતુ તે પાણીના વહેણમાં તણાઈ ગયો હતો. જશના મિત્રો એ તરત જ સ્થાનિક પોલીસને ફોન કરવામાં આવ્યો હતો. પ્રયાસો તેમ છતાં તેને બચાવી શકાયો નહોતો. બીજા દિવસે ડાઇવર્સની મદદથી તેનો મૃતદેહ બહાર નિકાળવામાં આવ્યો હતો.