South GujaratGujaratSurat

સુરતમાં યુવકની તીક્ષ્ણ હથિયાર વડે કરાઈ હત્યા, જાણો સમગ્ર મામલો…

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ થઈ રહ્યો છે. ત્યારે આજે આવી જ એક બાબત સુરતથી સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં ગઈ કાલ રાત્રી ના બાઈક ઓવરટેક કરવાની બાબતમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય બાબતમાં થયેલા ઝઘડા બાદ યુવકને મારમારી તિક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. વરાછા વિસ્તારમાં આવેલા રામનગર વિસ્તારમાં બાઈક ઓવરટેક કરવા બાબતમાં બોલાચાલી થતા બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને પછી મારામારી શરૂ થઈ ગઈ હતી. એવામાં યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો હતો.

ઘટનાને લઈને ડીસીપી ભક્તિ ડાભી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તારીખ 15 ઓગસ્ટની રાત્રીના વરાછા વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટી ની અંદરના રોડ પર એક હત્યાની ઘટના ઘટી હતી. રાત્રીના બાઈક ઓવરટેક કરવા બાબતમાં ઝઘડો થયો હતો. આ દરમિયાન મારામારી થતા એક યુવાનને તિક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનામાં મૃતક યુવાનનું નામ જેનીશ ચૌહાણ હોવાનું જાણકારી સામે આવી છે. સમગ્ર ઘટના મામલાને વરાછા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં આ યુવક અંગે અને તેની હત્યા કરનાર અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.