GujaratSouth GujaratValsad

ટ્રક ડ્રાઈવર પાસે લાંચ લેનાર હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડને ACB એ છટકું ગોઠવીને રંગેહાથ ઝડપ્યા

વાહનો રોકીને જરૂરી પુરાવા માંગવા અને જો પુરાવા ના હોય તો દંડ વસુલવો તે ટ્રાફિક પોલીસનું કામ છે. પરંતુ ઘણી વખત કેટલાક ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દંડ લેવાના બદલે લાંચ લેતા હોય છે. ત્યારે આવું જ કંઈક વલસાડમાં સામે આવ્યું છે. જ્યાં એક ટ્રક ડ્રાઇવર પાસે 2 હજાર રૂપિયાની લાંચ માંગતા ટ્રક ડ્રાઇવરે ACB માં ફરિયાદ કરી હતી. અને બાદમાં ACB એ છટકું ગોઠવીને લાંચ લેનાર ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લા ખાતે આવેલ વાપી GIDC ચાર રસ્તા ખાતેથી UPL કંપની બાજુ જતા સર્વીસ રોડ ઉપર એક ટ્રક ડ્રાઇવરે ટ્રક પાર્ક કરી હતી. ત્યારે ટ્રકના ડ્રાઈવર પાસે થી વાપી GIDC ના હેડ કોન્સ્ટેબલે ટ્રકના કાગળો તેમજ ડ્રાયવરનું લાયસન્સ લઇ લીધું હતું. ત્યારપછી GIDCના હેડ કોન્સ્ટેબલે વાપી ચાર રસ્તા બ્રિજ નીચે ટ્રકના ડ્રાઈવર તથા કલીનરને બોલાવ્યા હતા અને બાદમાં તેમની કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે 3 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જેથી આ મામલે વલસાડ ACBમાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે ફરિયાદ કરી હતી. વલસાડ ACBની ટીમે ફરિયાદના આધારે લાંચ લેનારને ઝડપી પાડવા છટકા નું આયોજન કર્યું હતું. ત્યારે ડીકોયર પાસે આરોપીઓએ લાંચની માંગણી કરી હતી. વાપી GIDCના હેડ કોસ્ટબલ સાગરભાઈ રણજિતભાઈ ડોડીયાના કહેવાના આધારે વાપી GIDC પોલીસના ઇન્વે ઓફીસ બહાર વાપી GIDCના હોમગાર્ડ આશિષ અમરનાથ પાલે લાંચ સ્વીકારી હતી.

નોંધનીય છે કે, લાંચ લેતાં જ વલસાડ ACBની ટીમે લાંચ લેનાર બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડી તેમની ધરપકડ કરી હતી. તેમજ આ સમગ્ર મામલે આગળ વધુ તપાસ હાથ ધરી છે.