પાટણમાં બે કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, એકનું મોત, બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતમાં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત પાટણના સાંતલપુર સામે આવ્યો છે.
પાટણના સાંતલપુરના લોદરા અને બોરૂડા ગામ વચ્ચે બે કાર અને બાઈક વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. જેમાં બાઈક સવાર વ્યકિતનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગાડીમાં સવાર બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે પોલીસને ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા લાશને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તેની સાથે પાટણ જિલ્લામાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં આજે સાંતલપુરના લોદરા અને બોરૂડા વચ્ચે બે કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હોવાની જાણકારી સામે આવી છે. જેમાં બાઈક ચાલક પટેલ હમીરભાઈનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. અન્ય બે ઈસમોને ઈજાઓ પહોંચતા 108 મારફતે રાધનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઈકનું પડીકું વળી ગયું હતું. તેના લીધે કારને ભારે નુકસાન થયું છે. વારાહી પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી આગળની તાપસ શરુ કરી હતી. જ્યારે યુવાનની લાશને પીએમ અર્થે વારાહી સરકારી હોસ્પિટલમાં મોકલી દેવાઈ હતી.