અમદાવાદમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે પોલીસ જવાને સર્જ્યો અકસ્માત, કારમાંથી દારૂની બોટલ મળી આવી

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદનાં નવરંગપુરા વિસ્તારથી સામે આવ્યો છે.

અમદાવાદમાં નવરંગપુરામાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો છે. જાણકારી મુજબ, સ્પીડમાં કાર ચલાવીને પોલીસ કર્મચારી દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ વાઘેલા દ્વારા  આ અકસ્માત સર્જવા માં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

જાણકારી મુંજબ, પોલીસ કર્મચારી દ્વારા અન્ય કારને ટક્કર મારવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ કર્મચારીની કાર સ્પીડમાં હોવાના લીધે તેમણે પણ ઘણું નુકશાન પહોંચ્યું હતું. જ્યારે બીજી તરફ અકસ્માત સર્જાયા બાદ કોન્સ્ટેબલ દ્વારા રોફ જમાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

તેની સાથે અકસ્માત સર્જાતાં જ સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા. નોંધનીય છે કે, લોકો દ્વારા  હોબાળો મચાવવામાં આવ્યો હતો.  જ્યારે  અકસ્માત સર્જનાર પોલીસ હેડ કોન્સ્ટેબલને ટ્રાફિક પોલીસને સોંપી દેવામાં આવ્યો  હતો. આ સિવાય કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા આ પોલીસ કર્મચારીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે તેને ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં રાહતની વાત એ હતી કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સમાચાર સામે આવ્યા નથી.