AhmedabadGujarat

હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં આટલા દિવસ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હજુ પણ ગુજરાતના અમુક વિસ્તારો માટે ભારે ગણાવવામાં આવ્યા છે. આગાહી અનુસાર સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ શાંત રહેવાનો છે.

તેની સાથે અમદાવાદમાં છૂટાછવાયો વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી છે. ભારે પવનના લીધે આગામી 5 દિવસ માટે દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયાઈ સીમા સાથે જમીની સીમામાં ભારે પવન જોવા મળશે. તેની સાથે હાલમાં કોઈ સીસ્ટમ સક્રિય રહેલ નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

આ સિવાય રાજ્યના કેટલાક વિસ્તાર માટે હજુ 24 કલાક ભારે રહેલા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડો. અભિમન્યુ ચૌહાણ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેમના મુજબ, આગામી 5 દિવસમાં 24 કલાક દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમ છતાં સૌરાષ્ટ્રમાં કોઈ ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી નથી. પરંતું છેલ્લા 24 કલાક બાદ છુટોછવાયો વરસાદ રહેવાનો છે. અમદાવાદમાં છુટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

તેની સાથે વધુમાં જણાવ્યું છે કે, હાલમાં ગુજરાતમાં કોઈ સિસ્ટમ એક્ટિવ રહેલી નથી. પરંતું મોન્સૂન સિસ્ટમના લીધે વરસાદી માહોલ બન્યો છે. રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ વરસ્યો છે.