ફોટોમાં દેખાઈ રહેલ આ ક્યૂટ અભિનેત્રીને તમે ઓળખી કે નહિ?
ચાહકો પોતાના મનપસંદ સ્ટારને જોવા માટે ખુબ ઉત્સુક રહેતા હોય છે. તેમની સામે જો કોઈ સ્ટારનો જૂનો ફોટો આવી જાય તો પણ તેઓ તેમને ઓળખી જતા હોય છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર ઘણા મોટા સ્ટાર્સ પોતાની ક્યારેય ના જોયેલી હોય એવી બાળપણની તસવીરો મુકતા હોય છે. હમણાં સોશિયલ મીડિયા પર એક ફોટો ખુબ ચર્ચામાં છે.
પિતાના ખોળામાં બેઠેલી આ તસવીરમાં દેખાતી નાની બાળકી આજે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. આ અભિનેત્રીએ બોલિવૂડમાં સલમાન ખાનથી લઈને શાહરૂખ, આમિર સુધીના દરેક મોટા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર તેને ઓળખવાની સ્પર્ધા ચાલી રહી છે. શું તમે આ નાની છોકરીને ઓળખી શકો છો કે તે કોણ છે? જો નહીં, તો અમે તેનું રહસ્ય જણાવીએ છીએ.
સુધી પહેલા તમને એક હિન્ટ આપી દઈએ કે આ ખોળામાં બેથેલ અભિનેત્રી ક્રિકેટની દુનિયાના સૌથી મોટા ખિલાડીની પત્ની છે. આ સિવાય તેણે બૉલીવુડમાં ત્રણે ખાન સાથે કામ કર્યું છે. જો કે હમણાં તે ફિલ્મોથી દૂર છે. આટલું જણાવ્યું તો શું હવે તમે અંદાજ લગાવી શક્યા છો કે કોણ છે આ અભિનેત્રી?
આ સુંદર છોકરી બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા છે. હા, જ્યારે અનુષ્કા શર્મા જેણે ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. અનુષ્કા શર્માએ પોતે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ચાહકોએ પણ અનુષ્કાની બાળપણની તસવીરો લાઈક કરી હતી અને કોમેન્ટ કરીને તેના વખાણ કર્યા હતા.
તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘રબને બનાદી જોડી’થી બૉલીવુડમાં આવી હતી તેણે સલમાન અને આમિર ખાન સાથે પણ ફિલ્મ કરેલ છે. હમણાં અનુષ્કા શર્માએ ફક્ત એક ટોપ અભિનેત્રી જ નહિ પણ એક મશહૂર પ્રોડ્યુસર પણ છે. તેમણે પોતાની પ્રોડક્શન હાઉસથી ‘બુલબુલ’ જેવી સિરીઝ બનાવી છે.
તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્માએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ એટલે કે ક્રિકેટર વિરાટ કોહલી સાથે વર્ષ 2017માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા. આ પછી, 11 જાન્યુઆરી, 2021 ના રોજ, વિરાટ કોહલી અને અનુષ્કાના ઘરે વામિકા નામની એક નાનકડી દેવદૂત આવી. અનુષ્કા અને વિરાટ કોહલી વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે અને ઘણીવાર બંને એકબીજા સાથે ખુશ જોવા મળે છે.