AhmedabadGujarat

અદાણીએ CNG ના ભાવમાં કર્યો તોતિંગ વધારો, જાણો શું છે CNG નો નવો ભાવ?

મોંઘવારીનો વધુ એક ફટકો જનતા પર પડવા જઈ રહ્યો છે. કેમ કે આજના સમાચાર કંઇક એવા જ છે જે તમારું બજેટ બગાડી નાખશે. શાકભાજી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તો કમરતોડ વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે અદાણી દ્વારા CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

અદાણી દ્વારા અમદાવાદમાં એક જ મહિનામાં CNG ના ભાવમાં 1.40 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે આજે CNG ના ભાવમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે તેના લીધે નવો ભાવ 75.69 રૂપિયા પહોંચ્યો છે.

અદાણી દ્વારા આ એક મહિનામાં CNG ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો  છે. અદાણી દ્વારા એક જ મહિનામાં ચોથી વખત CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 5 જૂનના રોજ જ 80 પૈસાનો વધારો અદાણી દ્વારા કરવામાં આવ્યો હતો. એવામાં હવે 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ રીતે એક મહિનાની અંદર ચાર વખત વધારો કરતા CNG ના ભાવમાં 1.40 રૂપિયાનો વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે, 8 એપ્રિલના 6.05 રૂપિયા, 5 જૂનના 80 પૈસા, 17 જૂનના 15 પૈસા અને 6 જુલાઈના 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. એક વાત તો સ્પષ્ટ આ ભાવવધારો લોકોની મુશ્કેલી વધારનાર છે. અદાણીના આ ભાવ વધારાના લીધે રીક્ષા ચાલકો માં ભારે રોષ જોવા મળ્યો છે. પ