GujaratAhmedabad

મૌલાના સલમાન અઝહરીની મુશ્કેલીમાં વધારો, અરવલ્લી જિલ્લા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

જૂનાગઢ શહેરમાં એક જાહેરસભાના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કરનારા મુંબઈના મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે જૂનાગઢ બાદ અરવલ્લીના મોડાસામાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં મૌલાનાને કોર્ટમાં રજૂ કરતા અરવલ્લી જિલ્લા કોર્ટ દ્વારા તેના પાંચ દિવસના તારીખ 17 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોડાસા ટાઉન પોલીસમાં નોધાયેલા ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી ગુન્હા બાબતમાં મોડાસા પોલીસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીના 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બેન્કમાં ફંડિંગ સહીત અન્ય 10 મુદ્દાઓની તપાસની માંગ સાથે 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. તેમ છતાં કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, મૌલાના સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પહેલા મોડાસા ખાતે ડીવાયએસપી કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. ગુપ્ત સ્થાન પર પૂછપરછ બાદ આખરે તેની ધરપકડ કરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મૌલાનાને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યારે સુરક્ષા મામલે કોર્ટ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.

મૌલાનાની વાત કરીએ તો વર્ષ 2008 થી 2011 સુધી ઇજિપ્તમાં ઇસ્લામનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં મોડાસા, કચ્છ બાદ જૂનાગઢમાં કરવામાં આવ્યો હતો. 14 મી ફેબ્રુઆરી ના રોજ મૌલાના મોરબીમાં એક કાર્યક્રમ હાજરી આપવામાં આવી હતી. એવામાં જૂનાગઢમાં નરસિંહ શાળાના મેદાનમાં યોજાયેલ એક જાહેરસભાના કાર્યક્રમમાં મૌલાના દ્વારા જૂનાગઢ પાકિસ્તાનમાં સામેલ ન થયું હોવાનું આડકતરી રીતે ભાષણ કરવામાં આવ્યું હતું. તેની સાથે આ મૌલાના કેટલીક ગતિવિધિ શંકાસ્પદ હોવાના લીધે તેમના મોબાઈલ ની તપાસ શરૂ કરાઈ છે. મૌલાના અગાઉ પાકિસ્તાન ગયો હતો કે નહિ તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. આ મૌલાના મૂળ કર્ણાટકનો છે અને મુંબઈમાં અમૃત સોસાયટી કો. ઓપરેટિવ સોસાયટીમાં પરિવાર સાથે વસવાટ કરે છે. આ સિવાય મૌલાના અલ અમાન એજ્યુકેશન વેલ્ફેર ટ્રસ્ટ ના બેંક ખાતામાં 9 લાખ રૂપિયા હોવાની જાણકારી સામે આવી છે. આ મૌલાના ના ટ્રસ્ટ અને પરિવારના બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરાઈ છે. ટ્રસ્ટના પૈસાનો ઉપયોગ શું થતો હતો તેને લઇ તપાસ હાથ ધરવામાં આવી છે.